ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય વૈજ્ઞાનિકોનું નામ વૈશ્વિક રેન્કિંગમાં સામેલ, અમેરિકા સાથે કરશે રિસર્ચ - દિલ્હી

ભારતીય વૈજ્ઞાનિકોનું નામ દુનિયાના ઉચ્ચ વૈજ્ઞાનિકોની સૂચીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સૂચી વિશ્વ વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં દિલ્હી સ્થિત આઈઆઈટી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નેહરૂ, જામિયા મિલિયા ઈસ્લામિયાના વૈજ્ઞાનિકોને પણ શામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય વૈજ્ઞાનિકોનું નામ વૈશ્વિક રેન્કિંગમાં સામેલ, અમેરિકા સાથે કરશે રિસર્ચ
ભારતીય વૈજ્ઞાનિકોનું નામ વૈશ્વિક રેન્કિંગમાં સામેલ, અમેરિકા સાથે કરશે રિસર્ચ

By

Published : Nov 4, 2020, 2:29 PM IST

  • ભારતીય વૈજ્ઞાનિકોનો આંતરરાષ્ટ્રીય સ્તરે વાગ્યો ડંકો
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ વૈજ્ઞાનિકોની યાદી કરી જાહેર
  • યુનિવર્સિટીની યાદ ભારતીય વૈજ્ઞાનિકોથી ભરાઈ ગઈ

નવી દિલ્હીઃ ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું નામ દુનિયાના ઉચ્ચ વૈજ્ઞાનિકોની સૂચીમાં સામેલ થઈ ગયું છે. ક્યૂએસ વર્લ્ડ રેન્કિંગ 2020માં બીજું સ્થાન પ્રાપ્ત કરનારી વિશ્વ વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા એક સ્વતંત્ર અને નિષ્પક્ષ અધ્યયનમાં દુનિયાના ઉચ્ચ વૈજ્ઞાનિકોની સૂચી બહાર પાડવામાં આવી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં દિલ્હી સ્થિત આઈઆઈટી, દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નેહરૂ, જામિયા મિલિય ઈસ્લામિયાના વૈજ્ઞાનિકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

નવી શિક્ષા નીતિથી વિદ્યાર્થીઓ માટે નવી તકનું નિર્માણ થશે

ભારતના પ્રસિદ્ધ બાયોટેક્નોલોજી પ્રોફેસર આર. સી. કુહાડનું નામ દુનિયાના ઉચ્ચ વૈજ્ઞાનિકોની સૂચીમાં સામેલ થયું છે. પ્રોફેસર આર. સી. કુહાડનું નામ તેમના ઉલ્લેખનીય યોગદાનને જોતા સામેલ કરવામાં આવ્યું છે. તેઓ અત્યારે હરિયાણા કેન્દ્રિય વિશ્વવિદ્યાલય, મહેન્દ્રગઢના કુલપતિ છે. તેઓ ભારતીય વૈજ્ઞાનિકોમાં 14મા સ્થાન પર છે. કુલપતિ પ્રોફેસર આર. સી. કુહાડે આઈએએનએસ સાથે વાત કરતા પોતાની આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, મારા દ્વારા કરવામાં આવેલું સંશોધન અને અનુસંધાન દેશને સમર્પિત કરું છું. ભવિષ્યમાં પણ અમારો એ જ પ્રયાસ હશે કે, રાષ્ટ્રની ઉન્નતિમાં અમે પોતાનું યોગદાન આપીએ છીએ. નવી શિક્ષા નીતિમાં સંશોદન અને અનુસંધાનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ શિક્ષા નીતિ અમલમાં આવવાથી રિસર્ચને પ્રોત્સાહન મળશે અને વિદ્યાર્થીઓ માટે નવી તકનું નિર્માણ થશે.

નવી રણનીતિને ઓળખવી એ અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ

જામિયા વિશ્વવિદ્યાલયના જનસંપર્ક અધિકારી અહમત અઝીમે કહ્યું, જામિયા મિલિયા ઈસ્લામિયાના ભૂગોળ વિભાગના પ્રોજેક્ટને અમેરિકી વિશ્વવિદ્યાલયમા માન્યતા મળી છે. અધ્યયનનો ઉદ્દેશ ભારતમાં ઓછીં ઉંમર ધરાવતા લોકોમાં સામાજિક નેટવર્કના માધ્યમથી પ્રજનન સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવા માટે નવીનતમ અને ઓછા ખર્ચ વાળી રણનીતિઓને ઓળખવી છે. આ અધ્યયનનો ઉદ્દેશ ભારતના જૌનપુર, ઉત્તરપ્રદેશના ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓની પ્રજનન વ્યવસ્થા, પ્રજનન ક્ષમતા અને કલ્યાણ યોજનાઓની તપાસ કરવાનો છે. રિસર્ચના ક્ષેત્રમાં પોતાનું ખૂબ જ મોટું યોગદાન આપવા માટે અમેરિકાના સ્ટેનફોર્ડ દ્વારા વલૂડ રેન્કિંગ ઓફ સાઈન્ટિસ્ટમાં દિલ્હી સ્થિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોનો દબદબો યથાવત જ રહ્યો. માત્ર દિલ્હી આઈઆઈટીના 63 વૈજ્ઞાનિકોને સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોની શોધ હાલમાં જ એક પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આમાં ડીયૂના પણ 18 વૈજ્ઞાનિક સામેલ છે. આ ઉપરાંત પંજાબ યુનિવર્સિટીના પણ કેટલાક વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ આ સૂચીમાં સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details