નવી દિલ્હી:ભારતીય રેલ્વેએ IRCTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગની(Railway online booking) મહત્તમ સંખ્યામાં વધારો કર્યો છે. રેલ્વેના નિર્ણય પછી, આધાર સાથે અનવેરિફાઇડ મુસાફરો પણ એક મહિનામાં એક ડઝન ટિકિટ બુક કરી શકશે. મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલ્વેએ એક મહિનામાં વધુમાં વધુ 6 ટિકિટ બુક કરવાની મર્યાદાને વધારીને 12 ટિકિટો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં આધાર લિંક યુઝર આઈડી નથી. આધાર સાથે લિંક કરેલ યુઝર આઈડી દ્વારા એક મહિનામાં મહત્તમ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા હતી, જે હવે 24 ટિકિટ છે.
ભારતીય રેલ્વેએ ઓનલાઈન ટિકિટ બુકિંગની સમય મર્યાદા કર્યો વધારો - Changes to online ticket booking
ભારતીય રેલ્વેએ(Indian Railway) મુસાફરોની સુવિધા માટે IRCTC મારફત ટિકિટની ઓનલાઈન બુકિંગની(Railway online booking) મહત્તમ સંખ્યામાં વધારો કર્યો છે. આ ઉપરાંત પહેલા સરનામું ભરવું જરૂરી હતું, જેમા ખાસ્સો સમયનો વ્યય થતો પરંતુ હવે એવું નહી બને.
આ પણ વાંચો:મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન અકસ્માતના સ્થળે પહોચીને લિધી મુલાકાત
ટિકિટ બુક કરાવતી વખતે એડ્રેસ આપવું જરૂરી નથીઃ રેલ્વે પણ ઓનલાઈન ટિકિટ બુક કરવાની રીતમાં મોટો ફેરફાર (Changes to online ticket booking) કર્યો છે. હવે મુસાફરોને રેલવે ટિકિટ બુક કરાવવામાં ઘણો ઓછો સમય લાગશે. નવા નિયમ અનુસાર, મુસાફરોએ ટિકિટ બુક કરાવતી વખતે તેમના ગંતવ્ય સ્થાન અને સરનામા વિશે માહિતી આપવાની રહેશે નહીં. અગાઉ બુકિંગ દરમિયાન મુસાફરોને સરનામું ભરવામાં બેથી ત્રણ મિનિટથી વધુ સમય લાગતો હતો. હવે તે સમયની પણ બચત થશે અને તેના કારણે ઓનલાઈન ટિકિટ બુકિંગ ટૂંક સમયમાં થઈ જશે. તત્કાલ ટિકિટ બુક કરાવનારા મુસાફરોને રેલ્વેના નિર્ણયથી સૌથી વધુ ફાયદો (Advantages on instant tickets) થશે, કારણ કે તત્કાલ ટિકિટ લેતી વખતે સૌથી વધુ સમયનું ધ્યાન રાખવું પડે છે. હાલમાં IRCTCની વેબસાઈટ અથવા એપ પર એક મહિનામાં વધુમાં વધુ 6 ટિકિટ ઓનલાઈન બુક કરી શકાય છે જે યુઝર આઈડી આધાર સાથે લિંક નથી. તે જ સમયે, આધાર સાથે લિંક કરેલ યુઝર આઈડી સાથે IRCTC વેબસાઈટ અથવા એપ પર એક મહિનામાં વધુમાં વધુ 12 ટિકિટ ઓનલાઈન બુક કરી શકાય છે.