ન્યુઝ ડેસ્ક રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (Railway Recruitment Cell) સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઉમેદવારોની ભરતી કરવા માંગે છે. ઉમેદવારો rrc-wr.com પર 5 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન અરજી કરી શકે છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો 04 ઓક્ટોબર 2022 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચોબોમ્બે હાઈકોર્ટે બિલ ગેટ્સને પાઠવી નોટિસ, મૃતકના પરિજનોએ 1000 કરોડનું માંગ્યું વળતર
કોણ કરી શકે છે અરજી?કુસ્તી, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નેસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી માટે ખાલી જગ્યાઓ (railway announced sports quota vacancy) છે. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ અથવા 12 પાસ બંને ઉમેદવારો રેલ્વે ભરતી 2022 માટે અરજી કરી શકે છે. આવા ઉમેદવારોની પાસે ઉક્ત ક્ષેત્રમાં રમતગમતની સિદ્ધિઓ હોવી જોઈએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, જ્યારે મહત્તમ વય મર્યાદા 25 વર્ષ છે.
કઈ રીતે કરશો અરજી? ઉમેદવારો RRC ની ઓફિશ્યલ વેબસાઇટ https://www.rrcwr.com દ્વારા (Indian railway job notification link) ઓનલાઇન અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન સમયે ઉમેદવારો પાસે આધાર કાર્ડ હોવું જોઈએ. ઉમેદવારોએ 12 અંકનો આધાર નંબર ભરવાનો રહેશે.જે ઉમેદવારો પાસે આધાર નંબર નથી અને જેમણે આધાર માટે નોંધણી કરી છે, પરંતુ આધાર કાર્ડ બનાવ્યું નથી તેઓ આધાર એનરોલમેન્ટ સ્લિપ પર આપવામાં આવેલ આધાર નોંધણી ID દાખલ કરી શકે છે.
આ પણ વાંચોજમ્મુ-કાશ્મીર ગુલ બ્લાસ્ટ કેસમાં વધુ એક ઘટસ્ફોટ,સૈન્ય સામે હતું કાવતરૂ
કેટલી ભરવાની રહેશે ફી? અરજી ફી (Railway Job Application Fee) વિશે વાત કરીએ તો, SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/મહિલાઓ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે અન્ય કોઈપણ વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. રેલ્વેમાં ભરતી રમતની સિદ્ધિઓ, કસોટી અને શૈક્ષણિક લાયકાતના મૂલ્યાંકન પર આધારિત હશે. ટ્રાયલમાં યોગ્ય જણાશે તેવા ઉમેદવારોને જ આગળના રાઉન્ડ માટે તક આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. નોટિફિકેશન માટે સીધી લિંક https://www.rrc-wr.com/rrwc/Files/195.pdf છે .