જોહાનિસબર્ગ: ભારતીય મૂળના નારંદ્રન જોડી કોલ્લાપન (Indian Orign Judge Narendran 'Jodi' Kolapen)ને દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ ન્યાયિક બેંચ (south africa supreme judicial bench) - બંધારણીય અદાલતમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા (south african president cyril ramaphosa)એ શુક્રવારે 64 વર્ષીય કોલ્લાપન અને રામમાકા સ્ટીવન મેથોપોની નિમણૂંકની જાહેરાત કરી હતી. જાહેર ઇન્ટરવ્યુની લાંબી પ્રક્રિયા બાદ તેમને બંધારણીય બેંચમાં શામેલ કરવામાં આવ્યા છે.
અગાઉ 2 વખત ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ રહ્યા હતા
આ બેન્ચમાં 2 ખાલી જગ્યાઓ માટે આ વર્ષે ઓક્ટોબરમાં કોલ્લાપન અને માથોપો સહિત 5 ઉમેદવારોના નામની ભલામણ રામાફોસાને કરવામાં આવી હતી. કોલ્લાપન અને માથોપો 1 જાન્યુઆરી, 2022ના રોજ સત્તા સંભાળશે. બંધારણ બેંચમાં નિમણૂક માટે કોલ્લાપનનો અગાઉ 2 વાર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, પરંતુ તે જ સંસ્થાના કાર્યકારી ન્યાયાધીશ તરીકે 2 વખત સેવા આપવા છતાં તેઓ નિષ્ફળ ગયા હતા.