ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા - ins vikrant 2022

ભારતીય નૌસેનામાં સર્વિસ આપવા માટે નવું INS વિક્રાંત તૈયાર છે. જેમાં યુદ્ધ માટેની તમામ સામગ્રી, વેપન્સથી લઈને વિવિધ પ્રકારના રડારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાંજ છે. પણ એની ઘણી એવી ખાસ ટેકનોલોજી વિશે જાણીને દેશમાં તૈયાર થયેલી ટેકનોલોજી અવશ્ય એક વખત ગર્વ થાય એમ છે. ins vikrant 2022, Indias first indigenously buil aircraft, Indian Navy Carrier INS Vikrant

દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા
દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા

By

Published : Aug 24, 2022, 4:28 PM IST

Updated : Aug 24, 2022, 5:25 PM IST

કોચી:INS વિક્રાંત એક સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર (ins vikrant 2022) છે. જે ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં સામેલ (Indias first indigenously buil aircraft) કરવામાં આવશે. તેમાં ઈમરજન્સી મેડિકલ સુવિધાઓ પણ છે. વિક્રાંતના (Indian Navy Carrier INS Vikrant) એક ભાગમાં 16 બેડની નાની હોસ્પિટલ, બે ઓપરેશન થિયેટર અને સીટી સ્કેન મશીન છે. આ જહાજ પર કટોકટીની તબીબી સ્થિતિને પહોંચી (Medical Quippement in Ship) વળશે. ખાસ કરીને સમુદ્રમાં કોઈ યુદ્ધ વખતે ઈજાગ્રસ્ત થતા સૈનિકને તાત્કાલિક સારવાર (Emergency Treatment on Ship) આપી શકાશે. વિક્રાંત પર તૈનાત મેડિકલ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર હર્ષ એમઆરએ જણાવ્યું હતું કે, વિક્રાંત પાસે ફર્સ્ટ એઇડ કોમ્પ્લેક્સ છે અને અમારી પાસે આખા જહાજમાં 40થી વધુ કમ્પાર્ટમેન્ટ એવા છે જેમાં સૈનિકોને તાત્કાલિક સારવાર આપી છે.

દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા

આ પણ વાંચો: કોણ છે પ્રિયા ? કે જેના એક પત્રએ હજારો મહિલાઓને સેનામાં જોડાવવાનો મોકો મળ્યો

આ યુદ્ધ જહાંજમાં લેબોરેટરી જેવી તમામ સુવિધાઓ છે. આ સાથે 16 બેડની હોસ્પિટલ છે. આ ઉપરાંત સિટી સ્કેન, અલ્ટ્રાસોનોગ્રાફી, એક્સ-રેની સાથે દાંતની પણ સારવાર થઈ શકે એવી વધુ બે સુવિધા છે. હાલમાં જહાજ પર તૈનાત 5 અધિકારીઓ અને 16 પેરામેડિક્સ તમામ પ્રકારની કટોકટીનો સામનો કરવા સક્ષમ છે. તમામ કર્મચારીઓની સંપૂર્ણ સંભાળ રાખી શકે છે. હર્ષે ઉલ્લેખ કર્યો કે વિક્રાંત ભારતનું પ્રથમ જહાજ હશે જેની પાસે સીટી સ્કેન મશીન હશે. તેની પાસે બે ઓપરેશન થિયેટર પણ હશે. ખાસ વાત એ છે કે, આ બધી વસ્તુઓ માટેની સારવાર સમુદ્રમાં ગમે ત્યાં થઈ શકે છે. હર્ષ એમઆર, લેફ્ટનન્ટ કમાન્ડર

PMના હસ્તે સામિત થશે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 2 સપ્ટેમ્બરે દેશના પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર (IAAC) ને નેવીમાં સામેલ કરશે. એવી સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. વડાપ્રધાન અહીં કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) ની અંદર ભારતીય નૌકાદળમાં રૂપિયા 20,000 કરોડથી વધુના ખર્ચે બનેલ આ એરક્રાફ્ટ કેરિયરને સર્વિસમાં સામેલ કરશે. ભારતીય નૌકાદળ દ્વારા સીએસએલ પાસેથી તારીખ 28 જુલાઈના રોજ સમુદ્રી પરીક્ષણોના ચોથા અને અંતિમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફ્ટ કેરિયરને હસ્તગત કરવામાં આવ્યું હતું.

દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા

આ પણ વાંચો: આ લેડી બની NDA બેચની પ્રથમ મહિલા ટોપર

તૈયારીને આખરી ઓપ: હાલમાં ઇવેન્ટ 2 સપ્ટેમ્બરે CSL જેટી પર યોજાવાની છે. ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના નિવૃત્ત કર્મચારીઓ, સંરક્ષણ મંત્રાલય, શિપિંગ અને રાજ્ય સરકારના અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર છે.તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં 1500-2000 લોકો આવવાની અપેક્ષા છે. IAC હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)માં ભારતની સ્થિતિને મજબૂત કરશે. એરક્રાફ્ટ કેરિયર માટે ફાઈટર પ્લેન લાવવામાં આવ્યા છે. તે MiG-29K ફાઇટર એરક્રાફ્ટ, કામોવ-31 હેલિકોપ્ટર અને MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર ચલાવવા માટે તૈયાર છે.

દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા

1700 લોકો ક્રૂ માટે તૈયાર: વિક્રાંતના સપ્લાય સાથે, ભારત સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ડિઝાઇન અને બનાવવાની ક્ષમતા ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં જોડાયું છે. ભારતીય નૌકાદળની શાખા નેવલ ડિઝાઇન ડિરેક્ટોરેટ (DND) દ્વારા ડિઝાઇન કરાયેલ, એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણ જાહેર ક્ષેત્રની કંપની CSL દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં 2,300 થી વધુ કોચ છે, જે લગભગ 1700 લોકોના ક્રૂ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં મહિલા અધિકારીઓને બેસવા માટે ખાસ કેબિનનો પણ સમાવેશ થાય છે. વિક્રાંતની મહત્તમ ઝડપ લગભગ 28 નોટ છે અને તેની લંબાઈ 262 મીટર છે. તે 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચું છે. તેનું બાંધકામ વર્ષ 2009માં શરૂ થયું હતું. વિક્રાંતની 'ફ્લાઈંગ ડેક' બે ફૂટબોલ મેદાન જેટલી છે. જો કોઈ વિક્રાંતના કોરિડોરમાંથી પસાર થાય તો તેણે આઠ કિલોમીટરનું અંતર કાપવું પડશે.

Last Updated : Aug 24, 2022, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details