નવી દિલ્હીઃ રાજપથ ખાતે ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ (Indian navy republic day rehearsal) ચાલી રહી છે. પરેડમાં ભાગ લેનાર સૈનિકો પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન, MyGovIndiaએ શનિવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બ્રેક દરમિયાન જ્યારે નેવી બેન્ડે બોલિવૂડ ગીતોની ધૂન વગાડી (Indian Navy Band Play Bollywood song) તો સૈનિકો પણ ડાન્સ (Indian Navy Soldiers Dance) કરવા લાગ્યા હતા. વીડિયોમાં 'મોનિકા...ઓહ માય ડાર્લિંગ' બોલિવૂડ ગીતની ધૂન સાંભળવા મળી રહી છે.
કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું
સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ કોંગ્રેસ, AAP, RJD અને TMC સહિત અન્ય પાર્ટીઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે કહ્યું કે 'મોનિકા...ઓહ માય ડાર્લિંગ' આ ગણતંત્ર દિવસ પર, કોઈ કહેશે કે આગામી સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે શું થશે ?
RJDએ ટ્વીટ કરી સરકાર પર નિશાન સાંધ્યું હતું.