ગુજરાત

gujarat

By

Published : Mar 17, 2022, 7:23 PM IST

ETV Bharat / bharat

icj india vote against russia: ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા વિરુદ્ધ કર્યું મતદાન

જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ નિંદાના પ્રસ્તાવ પર મતદાનથી (icj india vote against russia) પોતાને દૂર રાખ્યું છે, ત્યારે ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)માં ભારતના ન્યાયાધીશે રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રશિયાને યુક્રેનમાં હુમલાઓ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.

icj india vote against russia: ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા વિરુદ્ધ કર્યું મતદાન
icj india vote against russia: ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા વિરુદ્ધ કર્યું મતદાન

હેગઃ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ રશિયાને યુક્રેન પરના હુમલા તાત્કાલિક બંધ કરવાનો આદેશ (icj india vote against russia) આપ્યો છે. બુધવારે નેધરલેન્ડના હેગમાં સુનાવણી બાદ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના 15માંથી 13 જજોએ રશિયા દ્વારા યુક્રેન પર બળપ્રયોગ (Indian judge at ICJ ) પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:Sharmaji Namkeen trailer: સ્વ-શોધની હૃદયસ્પર્શી વાર્તા 'શર્માજી નમકીન'નું ટ્રેલર થયું રિલીઝ

રશિયા વિરુદ્ધ મતદાન કરનારાઓમાં ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારી પણ સામેલ (Ukraine invasion case) હતા. રશિયાની તરફેણમાં માત્ર બે મત પડ્યા હતા. ICJમાં રશિયાના ન્યાયાધીશ કિરીલ જ્યોર્જિયન અને ચીનના ન્યાયાધીશ સુ હેન્કીને રશિયાની તરફેણમાં મતદાન કર્યું હતું. ભંડારીએ યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન, સ્લોવાકિયા, મોરોક્કો, ફ્રાન્સ, બ્રાઝિલ, સોમાલિયા, યુગાન્ડા, જમૈકા અને લેબેનોનના ન્યાયાધીશો સાથે આદેશની તરફેણમાં મતદાન કર્યું હતું. રશિયન હુમલા પછી, યુક્રેને 24 ફેબ્રુઆરીએ હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં અપીલ કરી.

દલવીર ભંડારીનો મત આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આંચકા સમાન છે, કારણ કે તેણે ભારતના વલણની વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો છે. યુક્રેન-રશિયા સંઘર્ષ પર ભારત મતદાનથી દૂર રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદમાં મતદાન દરમિયાન ભારત તટસ્થ રહ્યું હતું. ભારતીય પ્રતિનિધિઓએ અત્યાર સુધી તમામ મંચો પર બંને દેશોને વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરવા અને દુશ્મનાવટનો અંત લાવવાની અપીલ કરી છે.

27 એપ્રિલ 2012થી ICJના સભ્ય : જસ્ટિસ ભંડારી 27 એપ્રિલ 2012થી ICJના સભ્ય છે. તેઓ 6 ફેબ્રુઆરી 2018 થી અમલમાં આવતા નવ વર્ષની મુદત માટે ફરીથી ચૂંટાયા હતા. 2017 માં તેમનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ થયા પછી, ભારતે તેમને ફરીથી ICJ માટે મેદાનમાં ઉતાર્યા. તેમની ચૂંટણીના કારણે બ્રિટનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડે પોતાની ઉમેદવારી પાછી ખેંચવી પડી હતી.

આ પણ વાંચો:CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ

કુલભૂષણ જાધવના કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ભંડારી 11 જજોની બેંચના સભ્ય પણ હતા. ભારતમાં સર્વોચ્ચ અદાલતના કાર્યકાળ દરમિયાન પણ તેઓ તેમના નિર્ણયો માટે હેડલાઇન્સમાં રહ્યા હતા. છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન તેમણે હિંદુ મેરેજ એક્ટ, 1955માં સુધારો કરવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના મામલે તેમના નિર્ણયની ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details