ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એમ્બેસીએ ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક ન કર્યો: નવીનના પિતાનો આરોપ - ALLEGES FATHER OF KARNATAKA BOY

યુક્રેનમાં કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા (Naveen student killed in Ukraine) ગ્યાંગૌદરના મોત બાદ પીડિતાના (Karnataka boy killed in shelling) ઘરે શોકનો માહોલ છે. નવીનના પિતાએ આરોપ લગાવ્યો છે કે ઇન્ડિયન એમ્બેસીમાંથી કોઈએ યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો નથી.

નવીન શેખરપ્પાના પિતાનો આરોપ, એમ્બેસી ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક ન કર્યો
નવીન શેખરપ્પાના પિતાનો આરોપ, એમ્બેસી ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક ન કર્યો

By

Published : Mar 1, 2022, 8:23 PM IST

હાવેરી (કર્ણાટક):રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાં (Russia Ukraine War) ગોળીબારમાં માર્યા ગયેલા કર્ણાટકના (Karnataka boy killed in shelling) વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાંગૌદારના પિતા શેખર ગૌડાએ મંગળવારે આરોપ (ALLEGES FATHER OF KARNATAKA BOY) લગાવ્યો કે, યુક્રેનના ખાર્કિવમાં ઇન્ડિયન એમ્બેસીએ ભારતના વિદ્યાર્થીઓને પૂછ્યું, કોઈએ સંપર્ક કર્યો નથી. પીડિત નવીન શેખરપ્પાના પરિવારજનોએ જણાવ્યું કે, નવીન ખાર્કિવ મેડકિલ કોલેજમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.

આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થી હોમાયો, પરીવાર અને રાજકિય નેતાઓની આ બાબત પર શું છે પ્રતિક્રીયા ?

ચલગેરીમાં પીડિતના ઘરે શોકનો માહોલ

નવીનના કાકા ઉજ્જન ગૌડાએ દાવો (Indian student killed in Kharkiv) કર્યો હતો કે, નવીન કર્ણાટકના (Naveen student killed in Ukraine )અન્ય વિદ્યાર્થીઓ સાથે ખાર્કિવના બંકરમાં ફસાઈ ગયો હતો. તે સવારે ચલણની આપ-લે કરવા અને ખાદ્યપદાર્થો લેવા (Indian student killed in Ukraine) ગયો હતો, ત્યારે ગોળીબારમાં આવીને તેનું મોત થયું હતું. તેમના મૃત્યુના સમાચાર પછી, ચલગેરીમાં પીડિતાના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો અને મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા. ઉજ્જન ગૌડાએ કહ્યું કે, મંગળવારે જ તેણે તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે બંકરમાં ખાવા-પીવા માટે કંઈ નથી.

આ પણ વાંચો:Russia Ukraine War: ભારતીય વિદ્યાર્થી નવીનના મોત બાદ, તેના મિત્રએ કર્યો આ વિડીયો શેર

પુત્રના મૃતદેહને ભારત પરત લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે

કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ નવીનના પિતા શેખર ગૌડાને ફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો. બોમાઈએ શેખરને ખાતરી આપી કે, તેઓ તેમના પુત્રના મૃતદેહને ભારત પરત લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. મુખ્યપ્રધાને તેમને એમ પણ કહ્યું કે, તેઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓના સંપર્કમાં છે. શોકગ્રસ્ત પિતાએ બોમાઈને જણાવ્યું કે, નવીને મંગળવારે સવારે તેની સાથે ફોન પર વાત કરી હતી. શેખરે જણાવ્યું કે નવીન તેને રોજ બે-ત્રણ વાર ફોન કરતો હતો.

ABOUT THE AUTHOR

...view details