નવી દિલ્હીઃદિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે (Custom Department Delhi) મોટી કાર્યવાહી કરી છે. જેમાં એક દંપતિનો સામાન જોઈને ભલભલા ચોંકી (Luggage with Weapons) ગયા છે. અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Delhi IGI Airport) પરથી એક કપલની ધરપકડ કરવામાં આવી છે. તેના પર હથિયારોની દાણચોરીનો (Weapons Smuggling Delhi) આરોપ છે. બુધવારે કસ્ટમ અધિકારીઓએ આ જાણકારી આપી. દંપતી પાસેથી 45 પિસ્તોલ મળી આવી છે. અધિકારીઓએ કહ્યું કે 'બેલિસ્ટિક રિપોર્ટ' પુષ્ટિ કરશે કે જપ્ત કરાયેલા હથિયારો અસલી છે કે નહીં.
આ પણ વાંચોઃ પંજાબમાં લૂટારુઓના પ્લાન પર આ રીતે પાણી ફેરવી નાખ્યું ગાર્ડે, જૂઓ વીડિયો...
NSGએ ખાતરી કરીઃઅધિકારીએ કહ્યું, 'પ્રારંભિક રિપોર્ટમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ પુષ્ટિ કરી છે કે હથિયારો સંપૂર્ણ રીતે કાર્યરત છે.' અધિકારીઓ સોમવારે વિયેતનામના હો ચી મિન્હ શહેરથી અહીં પહોંચેલા આરોપીઓ પર નજર રાખી રહ્યા હતા. આ દંપતી તેમની સાથે તેમની નવજાત પુત્રી પણ હતી. કસ્ટમ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પુરુષ મુસાફરના સામાનની તપાસ દરમિયાન, 45 પિસ્તોલ મળી આવી હતી, જેની કિંમત આશરે 22.5 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે."
વિયેતનામથી આવેલું કપલ પોતાની સાથે મોતનો સામાન લઈ આવ્યું, 45 પિસ્તોલ જપ્ત
આ પણ વાંચોઃ કિન્નરોના કાળા કામ : હોટલના કર્મચારીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો સમગ્ર ઘટના
શું કહે છે અધિકારીઃકસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે, "પ્રારંભિક રીપોર્ટમાં, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ પુષ્ટિ કરી છે કે બંદૂકો સંપૂર્ણ રીતે કાર્યરત છે." ધરપકડ કરાયેલા બન્ને વ્યક્તિોની ઓળખ જગજીત સિંહ અને જસવિંદર કૌર તરીકે થઈ છે, જેઓ પતિ-પત્ની છે. બન્ને 10 જુલાઈના રોજ વિયેતનામથી ભારત પરત ફર્યા હતા. જગજીત સિંહ બે ટ્રોલી બેગમાં પિસ્તોલ લાવ્યો હતો, જે તેને તેના ભાઈ મનજીત સિંહે આપી હતી. મનજીત તેમને બેગ આપવા પેરિસથી વિયેતનામ આવ્યો હતો. પિસ્તોલની કિંમત આશરે 22 લાખ 50 હજાર રૂપિયા છે. આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ અગાઉ તુર્કીથી 25 પિસ્તોલ લાવ્યા છે.