- ભારત અને પાકિસ્તાનની સેનાઓએ એક બીજાને પાઠવી શુભેચ્છા
- LOC પર એક બીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર બન્ને દેશના સૈનિકોએ મનાવી દિવાળી
નવી દિલ્હી : દિવાળીના (Diwali 2021) અવસર પર ભારત અને પાકિસ્તાનની સેનાઓએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન આપવા માટે એક બીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન આપ્યા હતા.
શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન અપાયું
રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, શ્રીનગરમાં દિવાળીના પર્વ પર અને તહેવારની સાચી ભાવના સાથે શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન આપવા ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ એક ફ્લેગ મીટિંગ યોજી હતી. આ દરમિયાન, કુપવાડાના તંગધારમાં કિશનગંગા નદી પર તિથવાલ ક્રોસિંગ, ઉરી અને કમાન અમન સેતુ પર ભારત-પાકિસ્તાનના સૈનીકોએ એક બીજાએ મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા.