- ઇન્ડિયન એર ફોર્સનું મિગ 21 એરક્રફ્ટ ક્રેશ
- દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત
- ટેક ઓફ કર્યા બાદ થોડા સમયમાં વિમાન ક્રેશ
જયપુર : રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં આવેલા સુરતગઢમાં મિગ 21 બાઇસન એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું હતું. સેનાએ આપેલી માહિતી અનુસાર મિગ 21 બાયસન એરક્રાફ્ટ(MIG-21)માં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે 8:15 કલાકે ક્રેશ થયું હતું. આ ક્રેશ સુરતગઢના એરબેઝ આસપાસ થયું હતું, જોકે આ દુર્ઘટનામાં પાયલટનો સુરક્ષિત બચાવ થયો છે.