હૈદરાબાદ : દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ 'ભારતીય વાયુ સેના દિવસ' (Indian Air Force Day 2023) મનાવવામાં આવે છે. આ દિવસે ભારતીય વાયુ સેનાના કાર્યો અને દેશ માટે વાયુ સેનાના યોગદાનની સરાહના કરવામાં આવે છે. આ વર્ષે ભારતીય વાયુસેના 2023ની થીમ: ભારતના 91માં વાયુ સેના દિવસની થીમ 'IAF - Airpower Beyond Boundaries' એટલે કે, ભારતીય વાયુ સેના સીમાઓથી આગળ રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ભારતીય વાયુ સેનાની આધિકારીક સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ કરવામાં આવી હતી, અને આજ કારણ છે કે દર વર્ષે આ દિવસને ભારતીય વાયુસેનાની વર્ષગાંઠ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં ભારતીય સેના દિવસ પર ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભારતીય સેના દ્વારા હવાઈ મથકોથી યુદ્ધવાહક વિમાનો દ્વારા અલગ-અલગ પ્રકારના આકાશી કરતબો કરીને વાયુ સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે.
ભારતીય વાયુ સેનાની સ્થાપના: ભારતીય વાયુ સેનાની સ્થાપના 1932માં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એર ફોર્સનું સમર્થન કરવામા માટે થઈ હતી. નોંધનીય છે કે,વાયુસેના ભારતીય સશસ્ત્ર દળની વાયુ સેના છે, અને તેને યૂનાઈડેટ કિંગ્ડમની રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે દર્શાવવામાં આવતી હતી. દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાની ઉડાન અને સ્ક્વાડ્રન કમાન્ડરોએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો અને તે પૂર્ણ થયાં બાદ IAF (ઈન્ડિયન એર ફોર્સ)નું નામ બદલીને રોયલ ઈન્ડિયન એર ફોર્સ કરી દેવામાં આવ્યું હતું.