ન્યૂઝ ડેસ્કઃ 1932માં 8 ઓકટોબરનાં રોજ 'રોયલ ભારતીય વાયુસેના' એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આકી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી 'રોયલ ભારતીય વાયુ સેના' નામ બદલીને 'ભારતીય વાયુસેના' નવુ નામ અપાયું.
દુશ્મનોથી દેશની રક્ષાઃઆઝાદી બાદ પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધો અને ચીન સાથેના યુધ્ધમાં વાયુસેનાએ પોતાનું અદમ્ય પરાક્રમ પાથર્યો હતુ. ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે, જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.
દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેનાઃ આજદિન સુધી ભારતીય વાયુ સેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે. 2100થી વધુ શકિતશાળી એરક્રાફટ સાથે દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.
ભારતીય વાયુસેનાના 7 કમાન્ડઃ
સેન્ટ્રલ કમાંડ-અલાહાબાદ ઉત્તર પ્રદેશ
ઈસ્ટર્ન કમાંડ-શિર્લાન્ગ-મેઘાલય