ચંડીગઢ(પંજાબ): શનિવારે ચંદીગઢમાં IAF દિવસ 2022 પરેડના પ્રસંગે બોલતા, IAF ચીફ ચૌધરીએ કહ્યું હતુ કે,(iaf day air show in chandigarh ) "અગ્નિપથ યોજના દ્વારા ભારતીયવાયુસેનામાં હવાઈ યોદ્ધાઓનો સમાવેશ એ આપણા બધા માટે એક પડકાર છે. (Chaudhari talks about women agniveer)પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, તે આપણા માટે સંભવિતતાનો ઉપયોગ કરવાની તક છે. અમે આવતા વર્ષથી મહિલા અગ્નિવીરોને સામેલ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ".
3,000 અગ્નિવીર વાયુ:તેમણે આગળ કહ્યુ હતુ કે, "અમે દરેક અગ્નિવીર IAF માં કારકિર્દી શરૂ કરવા માટે યોગ્ય કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ છે, તેની ખાતરી કરવા માટે અમારી ઓપરેશનલ તાલીમ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ વર્ષે ડિસેમ્બરમાં, અમે પ્રારંભિક તાલીમ માટે 3,000 અગ્નિવીર વાયુને સામેલ કરીશું. સરકારે IAFમાં અધિકારીઓ માટે વેપન સિસ્ટમ બ્રાન્ચની રચનાને મંજૂરી આપી છે. આ જાહેરાત કરવી મારા માટે વિશેષાધિકારની વાત છે. આઝાદી પછી આ પ્રથમ વખત છે કે નવી ઓપરેશનલ શાખા બનાવવામાં આવી છે."
વાયુ યોદ્ધાઓને IAFમાં સામેલ:આ પગલું આવશ્યકપણે ચાર વિશિષ્ટ સ્ટ્રીમ્સ, સરફેસ ટુ સરફેસ મિસાઇલ્સ, સરફેસ ટુ એર મિસાઇલ્સ, રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ, અને ટ્વીન એન્ડ મલ્ટી-કૂ એરક્રાફ્ટમાં વેપન સિસ્ટમ, ઓપરેટર્સના સંચાલન માટે હશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, આ શાખાના નિર્માણથી ફ્લાઈંગ ટ્રેનિંગ પર થતા ખર્ચમાં ઘટાડો થવાને કારણે રૂપિયા 3,400 કરોડથી વધુની બચત થશે. તેમણે અગ્નિપથ યોજના દ્વારા વાયુ યોદ્ધાઓને IAFમાં સામેલ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
સ્થાપનાના 90 વર્ષ:ત્રણ સંરક્ષણ દળો વચ્ચેની સંયુક્તતા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતુ કે, "લડાઇ શક્તિના સંકલિત અને સંયુક્ત ઉપયોગ માટે યોજના ઘડવાની જરૂર છે. મલ્ટિડોમેન કામગીરીમાં સફળતાની ચાવી એ મજબૂત સ્ટ્રક્ચર્સ છે. તથા ત્રણેય સેવાઓ વચ્ચે સંયુક્તતા વધારવા માટે કામ ચાલુ છે."
પરિવારોને શુભેચ્છાઓ:ભારતીય વાયુસેનાએ શનિવારે સુખના તળાવ ખાતે તેની સ્થાપનાના 90 વર્ષ નિમિત્તે ઉજવણી શરૂ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે વાર્ષિક પરેડ દિલ્હી-એનસીઆરની બહાર યોજાઈ રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે વહેલી સવારે ફોર્સને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે "ભારતીય વાયુસેના દિવસ પર તમામ હિંમતવાન IAF વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. IAF તેની બહાદુરી, શ્રેષ્ઠતા, પ્રદર્શન અને વ્યવસાયિકતા માટે જાણીતું છે."