ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AN-32 News: ઈન્ડિયન એરફોર્સના AN-32 વિમાનનો કાટમાળ 7.5 વર્ષ પછી દરિયામાં 3.4 કિમી ઊંડાએથી મળ્યો - 3400મીટરની ઊંડાઈ

ભારતીય વાયુ સેનાનું એક પરિવહન વિમાન વર્ષ 2016માં લાપતા થઈ ગયું હતું. આ વિમાનનો કાટમાળ બંગાળની ખાડીમાં 3.4 કિમીની ઊંડાઈએ મળી આવ્યો છે. રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી અપાઈ છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Indian Air Force AN-32 Bay of Bengal Year 2016

ઈન્ડિયન એરફોર્સના AN-32 વિમાનનો કાટમાળ 7.5 વર્ષ પછી દરિયામાં 3.4 કિમી ઊંડાએથી મળ્યો
ઈન્ડિયન એરફોર્સના AN-32 વિમાનનો કાટમાળ 7.5 વર્ષ પછી દરિયામાં 3.4 કિમી ઊંડાએથી મળ્યો

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 10:08 PM IST

નવી દિલ્હીઃ ઈન્ડિયન એરફોર્સનું એક પરિવહન વિમાન AN-32 વર્ષ 2016માં લાપતા થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ 29 કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય મહાસાગર પ્રોદ્યોગિકી સંસ્થાન દ્વારા એક ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ(AUV) દ્વારા લેવામાં આવેલ ફોટોઝમાં આ વિમાનનો કાટમાળ દેખાયો છે. જે ચેન્નાઈના દરિયા કિનારાથી 310 કિમી દૂર અને દરિયાની સપાટીથી 3.4 કિમીની ઊંડાઈએ હોવાનું માલૂમ પડ્યું છે.

મંત્રાલયે આપેલ નિવેદનમાં આ ફોટોમાં મળેલ વિમાનનો કાટમાળ AN-32ને મળતો આવે છે. આ કાટમાળ જ્યાં મળ્યો ત્યાં ઈતિહાસમાં અન્ય કોઈ વિમાનની દુર્ઘટના ન થઈ હોવાનું જણાય છે તેથી આ કાટમાળ AN-32 વિમાનનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુ સેનાના રજિસ્ટ્રેશન K-2743ના AN-32 વિમાન 22મી જુલાઈ 2016માં બંગાળની ખાડીમાં લાપતા થઈ ગયું હતું. રક્ષા મંત્રાલયે કહ્યું કે મલ્ટી બીમ સોનાર તેમજ સિંથેટિક એપર્ચરની મદદથી અનેક પેલોડનો ઉપયોગ કરીને 3,400 મીટરની ઊંડાઈએ આ વિમાનના કાટમાળના ફોટો પાડવામાં આવ્યા છે.

આ કાટમાળ ચેન્નાઈ સમુદ્ર તટથી 3.10 કિમી દૂર મળી આવ્યો છે. જે દરિયાની સપાટીથી 3.4 કિમી ઊંડે છે. વર્ષ 2016માં ભારતીય વાયુ સેનાના એક AN-32 વિમાને કુલ 29 કર્મચારીઓ સાથે ઉડાન ભરી હતી. જે બંગાળની ખાડીમાં લાપતા થઈ ગયું હતું. આ વિમાનના કાટમાળને સાડા સાત વર્ષ બાદ રાષ્ટ્રીય મહાસાગર પ્રોદ્યોગિકી સંસ્થાન દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. આ શોધમાં ઓટોનોમસ અંડરવોટર વ્હીકલની મદદ લેવામાં આવી હતી. જેના હાઈટેક સોનાર અને હાઈ રિઝોલ્યૂશન કેમેરા વડે વિમાનના કાટમાળના ફોટોઝ લેવામાં આવ્યા છે. આ કાટમાળ ચેન્નાઈ સમુદ્ર તટથી 3.10 કિમી દૂર અને 3.4 કિમી ઊંડે છે.

  1. Ahmedabad Crime : યુએસમાં કબૂતરબાજી કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ, સીઆઈડી પાસે તપાસનો દોર
  2. Airplane Stuck Under Flyover: બિહારમાં ઓવરબ્રિજ નીચે ફસાયું વિમાન, લોકો ચોંકી ઉઠ્યા

ABOUT THE AUTHOR

...view details