- ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં 'રાહુલ દ્રવિડ' અને કપ્તાન 'રોહિત શર્માના' નેતૃત્વ હેઠળ શાનદાર પ્રદર્શન
- ભારતની જીતનો શિલ્પકાર 'સૂર્યકુમાર' અને 'રોહિત શર્મા'
- આખરે ઋુષભ પંતે વિજયી રન બનાવી ભારતને જીત અપાવી
જયપુર:- ટી 20 વર્લ્ડ કપના (T20 World cup 2021)ખરાબ પ્રદર્શનને ભુલી ભારતના નવા કોચ રાહુલ દ્રવિડ (coach rahul dravid) અને કપ્તાન રોહિત શર્માના (captain rohit sharma) નેતૃત્વ હેઠળ T20 ઇન્ટરનેશનલ મેચમાં (IND vs NZ 1st T20) શાનદાર જીત સાથે ફરી મેદાને ઉતર્યા હતાં. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ (india won) માટે 165 રનનો લક્ષ્ય રાખ્યો હતો. આ સાથે 165 રનનો લક્ષ્ય રાખી માત્ર બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવીને હાંસીલ કર્યો હતો.ભારતની જીતનો શિલ્પકાર 'સૂર્યકુમાર અને રોહિત શર્મા' જેમણે અનુક્રમે 62 અને 48 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 40 બોલમાં છ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતાં, જયારે રોહિતે 36 બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતાં.
ભારતની જીતનો શિલ્પકાર સૂર્યકુમાર અને રોહિત શર્મા
ભારતની જીતનો શિલ્પકાર સૂર્યકુમાર અને રોહિત શર્મા જેમણે અનુક્રમે 62 અને 48 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. સૂર્યકુમારે 40 બોલની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા, જ્યારે રોહિતે 36 બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે ભારતીય ક્રિકેટના નવા યુગની શાનદાર થઇ છે. T20 વર્લ્ડ કપમાંથી (T20 World cup 2021)બહાર થયા બાદ ટીમમાં પરત આવેલ 'શ્રેયસ અય્યરે' પાંચ રન બનાવતાની સાથે જ પોતાની વીકેટ ગુમાવી દીધી હતી.
આ પણ વાંચો:ICC T20 બેટિંગ રેન્કિંગ 2021ઃ કોહલીની રેન્કિંગ પર અસર, રાહુલની છંલાગ
'ઋુષભ પંતે' વિજયી રન બનાવી ભારતને જીત અપાવી