ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતની સીમાઓ મજબૂત હોવાથી અફઘાનિસ્તાનના સંકટની અસર ભારત પર નહીં પડેઃ Omar Abdullah - અફઘાનિસ્તાનની સ્થિતિ

તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લેતા વિશ્વભરમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભારતમાં નેશનલ કોંગ્રેસના નેતા ઉમર અબ્દુલ્લાનું માનવું છે કે, અફઘાનિસ્તાનના સંકટની અસર ભારત પર નહીં પડે. કારણ કે, ભારતની સીમાઓ મજબૂત છે. ઉમર અબ્દુલ્લાના મતે, આ સમયે બીજા દેશોએ અફઘાનિસ્તાનના નાગરિકો પ્રત્યે માનવતાનો દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ.

ભારતની સીમાઓ મજબૂત હોવાથી અફઘાનિસ્તાનના સંકટની અસર ભારત પર નહીં પડેઃ ઓમર અબ્દુલ્લા
ભારતની સીમાઓ મજબૂત હોવાથી અફઘાનિસ્તાનના સંકટની અસર ભારત પર નહીં પડેઃ ઓમર અબ્દુલ્લા

By

Published : Aug 17, 2021, 9:19 AM IST

  • અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે નેશનલ કોંગ્રેસના નેતા ઉમર અબ્દુલ્લાનું નિવેદન
  • ભારતની સીમા મજબૂત હોવાથી અફઘાનિસ્તાનના સંકટની અસર ભારત પર નહીં પડેઃ અબ્દુલ્લા
  • બીજા દેશોએ અફઘાનિસ્તાનના નાગરિકો પ્રત્યે માનવતાનો દૃષ્ટિકોણ અપનાવવો જોઈએઃ અબ્દુલ્લા

હૈદરાબાદ/શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ (Former Chief Minister of Jammu and Kashmir Omar Abdullah) હવે અફઘાનિસ્તાનના સંકટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિની ભારત પર વધુ અસર નહીં પડે. કારણ કે, આપણી સીમાઓ મબજૂત છે અને ઘૂસણખોરી નિયંત્રણમાં છે. હૈદરાબાદમાં આવેલી ગીતમ યુનિવર્સિટીમાં કૌટલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉમર અબ્દુલ્લાએ યુવાનોને આહ્વાન કર્યું હતું કે, તેઓ રાજનીતિમાં આવે અને વંશવાદની રાજનીતિથી હટીને નવો વિકલ્પ રજૂ કરે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છેઃ Joe Biden

હું વડાપ્રધાન હોત તો અફઘાનિસ્તાનના સંકટના કારણે વધુને વધુ શરણાર્થીઓને આશ્રય આપતઃ અબ્દુલ્લા

ઉમર અબ્દુલ્લાએ વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે, જો તેઓ વર્તમાન વડાપ્રધાન હોત તો અફઘાનિસ્તાન મુદ્દા પર કેવા પ્રકારની પ્રતિક્રિયા આપત. આ અંગે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ માનવીય દૃષ્ટિકોણથી કાર્ય કરશે અને વધુને વધુ શરણાર્થીઓને આશ્રય આપશે. જમ્મુ-કાશ્મીર સિવાય અન્ય મુદ્દા પણ પાકિસ્તાન-ભારત વિવાદથી જોડાયા છે. જ્યાં સુધી ચમત્કારી ન થાય ત્યાં સુધી બંને દેશો વચ્ચે સામાન્ય સંમતિ ન બની શકે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ

વિપક્ષને રચનાત્મક ભૂમિકા નિભાવવી જોઈએઃ અબ્દુલ્લા

ઉમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે, કલમ- 370 ભારત અને જમ્મુ-કાશ્મીરની વચ્ચે એક બંધારણીય સેતુ હતી. તેને નાબૂદ કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકો નિરાશ છે. સંસદમાં વિપક્ષના હોબાળા અંગે અબ્દુલ્લાએ કહ્યું હતું કે, વિપક્ષને રચનાત્મક ભૂમિકા નિભાવવી જોઈએ અને સંસદમાં સાર્વજનિક મુદ્દાઓ પર ચ્રચા કરવાની પહેલ કરવી જોઈએ.

ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી જો બાઈડન પર કર્યા પ્રહાર

આ પહેલા નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની વિદેશ નીતિનો વારસો છે. તેમણે એ પણ કહ્યું હતું કે, બાઈડન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે કોઈ અન્યને યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી પછી ત્યાં પેદા થયેલી ખાલીપણા માટે જવાબદાર ન ગણાવી શકે.

ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર કાબૂલ એરપોર્ટનો વીડિયો પણ શેર કર્યો હતો

કાબૂલ એરપોર્ટનો વીડિયો શેર કરતા અમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું હતું. અફઘાનિસ્તાનથી અમેરિકા જતું રહેવાથી તેમણે કોઈ દુશ્મની નથી, પરંતુ આ દેશ છોડવાની રીત નથી. જો બાઈડન તેમની જવાબદારી તમારી પર જાય છે. તમે ટ્રમ્પ કે અન્યને આ માટે જવાબદાર ન ગણાવી શકો.

ABOUT THE AUTHOR

...view details