- ભારતને મળશે તેની પ્રથમ CJI
- 9 નામના લીસ્ટમાં 3 મહિલા જજ સામેલ
- ગુજરાતમાંથી 1 મહિલા જજની ભલામણ કરવામાં આવી
દિલ્હી: ભારતમાં વડાપ્રધાન થી લઈને રાષ્ટ્રપતિના પદને મહિલાઓ સુશોભિત કરી ચૂકી છે. હવે ભારતને પહેલા મહિલા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા મળવા જઈ રહી છે. સુપ્રિમ કોર્ટની કોલેજિયમે જે 9 જજોની નિયુક્તિ માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકી છે, તેમા 3 મહિલાઓના પણ નામ છે. જોકે ભારતને પોતાની પહેલી મહિલા ચીફ જસ્ટીસ 2027માં મળશે.
9 જજોની થશે સુપ્રિમ કોર્ટમાં નિમણુંક
પૂર્વ CJI રંજન ગોગોઈ નવેમ્બર 2019માં સેવાનિવૃત થયા બાદ કોલેજિયમે કેન્દ્ર સરકારને નિયુક્તિ માટે કોઈ ભલામણ નહોતી મોકલી. ન્યાયમૂર્તી નરીમને 12 ઓગસ્ટે બહાર થયા બાદ, સુપ્રિમ કોર્ટમાં 9 જજોની સંખ્યા ખાલી છે, પણ 18 ઓગસ્ટ એટલે કે આજે ન્યાયમૂર્તિ નવીન સિન્હા પણ સેવાનિવૃત થઈ જશે. આ બાદ સુપ્રિમ કોર્ટમાં 10 જગ્યાઓ ખાલી થશે.