અમદાવાદઃ રાહુલ ગુપ્તાએ મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું છે કે, ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયા કિનારો છે. જે દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. આ લંબાઈને પરિણામે અમે ભારતના કાર્ગો બિઝનેસના 40 ટકા ગુજરાત આવરે છે. માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ ગુજરાત આફ્રિકા માટે પણ પ્રવેશદ્વાર છે. તેથી ઈન્ડિયા-વેસ્ટ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોર ગુજરાત માટે અતિ મહત્વનો સાબિત થશે. જેનાથી ગુજરાતની ક્ષમતા વધશે.
G-20 સમિટમાં જાહેરાતઃ ગયા મહિને દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન ભારત, અમેરિકા, સાઉદી અરબ, યુએઈ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને યુરોપે સંયુક્ત રીતે ઈન્ડિયા-વેસ્ટ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરી હતી. આ કોરિડોરમાં ઈસ્ટર્ન અને નોર્થ એમ બે કોરિડોરનો સમાવેશ થાય છે. ઈસ્ટર્ન કોરિડોર ભારતને પશ્ચિમ એશિયા ઉપરાંત મધ્ય-પૂર્વ દેશો સાથે જોડશે જ્યારે નોર્થ કોરિડોર ભારતને પશ્ચિમ એશિયા ઉપરાંત યુરોપ સાથે જોડશે.
રેલ લાઈન મહત્વનીઃ આ પ્રોજેક્ટમાં એક રેલ લાઈનનો પણ સમાવેશ થાય છે. આ રેલ લાઈન મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટેશને વેગ આપશે. જેનાથી દક્ષિણ પૂર્વિય દેશોમાંથી આવતા માલ સામાનના ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. જેમાં ભારત, એશિયા, પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વિય યુરોપ સુધીના ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થાય છે.
વડાપ્રધાને કરી પ્રશંસાઃ ગયા અઠવાડિયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા-વેસ્ટ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોરની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવનારા અનેક વર્ષો સુધી આ કોરિડોર શ્રેષ્ઠ વેપારનો આધાર બનવા જઈ રહ્યો છે. ઈતિહાસ હંમેશા યાદ રાખશે કે આ કોરિડોરની શરુઆત ભારતીય ધરતી પર થઈ હતી.
10મી વાયબ્રન્ટ સમિટઃ ગુજરાત સરકારે અત્યંત મહત્વની સરકારી પરિયોજના એવી વાયબ્રન્ટ સમિટની જાહેરાત કરી છે. 10મી વાયબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2024માં યોજાવાની છે. આ દર બે વર્ષે યોજાતી સમિટ છે. છેલ્લી વાયબ્રન્ટ સમિટ 2019માં યોજાઈ હતી. 2021માં કોવિડ મહામારીને લીધે વાયબ્રન્ટ સમિટનું આયોજન થઈ શક્યું નહતું. (ANI)
- G-20 Summit: યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન જી-20 સમિટમાં ભાગ લેશે
- G20 Summit in Delhi : દિલ્હીમાં 8 થી 10 સપ્ટેમ્બર સુધી G-20 સમિટ, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ