તિરુવનંતપુરમ:ભારતઅને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની અણનમ અડધી સદીની ઈનિંગ્સના આધારે બીજી ઈનિંગમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતે 16.4 ઓવરમાં 2 વિકેટે 110 રન બનાવ્યા હતા.
બંને ટીમો આ પ્રમાણે છેઃ