નેપિયરઃ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી 3 T20 સીરીઝની ત્રીજી (3rd T20 Match in Napier) અને અંતિમ ટી20 મેચમાં આજે ભારત ન્યુઝીલેન્ડ સામે રમવા માટે નેપિયરના મેદાનમાં ઉતરશે. નેપિયરમાં વરસાદ બંધ થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16 ઓવરમાં 146/3
બંન્ને માટે કરો યા મરોની સ્થિતિ: હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ભારત કેટલાક નવા ખેલાડીઓને અજમાવીને ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ભારતે શ્રેણીની બીજી મેચ ધમાકેદાર જીત મેળવી હતી. જો છેલ્લી 5 મેચોની વાત કરીએ તો ભારતે તમામ મેચ જીતી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. સિરીઝ પોતાના નામે કરવી પડશે. તે જ સમયે, આ મેચમાં, મંગળવારે ન્યુઝીલેન્ડ સામે કરો યા મરોની સ્થિતિ રહેશે. જીત સાથે તેમની પાસે શ્રેણી 1-1થી ડ્રો કરવાની તક રહેશે. જ્યારે હાર પર ટીમ ઈન્ડિયા 2-0થી શ્રેણી જીતી લેશે.