એડિલેડઃ હોકીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5-4થી (INDIA VS AUSTRALIA HOCKEY TEST SERIES) હરાવ્યું હતું. આકાશદીપે 3 ગોલ કરીને હેટ્રિક નોંધાવી હતી, પરંતુ તે મેચ જીતી શક્યો નહોતો. આ સાથે જ હરમનપ્રીતે એક ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને મેચ જીતી (Australia beat India 5-4 in Hockey) લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીએ બે ગોલ કરીને જીત મેળવી ત્યારે આકાશદીપ સિંહનો ગોલ નિષ્ફળ ગયો હતો. આકાશદીપ સિંહ (10મી, 27મી, 59મી)એ ત્રણ ગોલ કર્યા જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહ (31મું) પેનલ્ટી કોર્નરથી ભારત તરફથી ગોલ કર્યા.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મિનિટમાં કર્યો ગોલ:લાચલન શાર્પ (5મી મિનિટ), નાથન એફ્રામ્સ (21મી મિનિટ), ટોમ ક્રેગ (41મી મિનિટ) અને બ્લેક ગોવર્સ (57મી, 60મી મિનિટ) દ્વારા ગોલ કરીને રમતનો પલટો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને બે પેનલ્ટી કોર્નર મળ્યા, જેનો ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. આ સાથે જ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જે ગોલમાં ફેરવાઈ ગયો. એક તબક્કે રમત 4-4ની બરાબરી પર દેખાતી હતી, પરંતુ ગોવર્સે તેના છેલ્લી મિનિટના ગોલથી ઓસ્ટ્રેલિયાની જીત પર મહોર મારી હતી. શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે.
મેચનો કાર્યક્રમ:
27 નવેમ્બર, રવિવાર 11:00 AM
30 નવેમ્બર, બુધવાર 11:00 AM