તિરુવનંતપુરમઃભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ આજે રમાશે. તિરુવનંતપુરમનું ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમ આ મેચની યજમાની કરશે. આ પહેલા, ગુરુવારે તેની પ્રથમ મેચમાં, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 209 રનના લક્ષ્યાંકને 1 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. જે T-20માં ભારતનો સૌથી વધુ રન ચેઝ હતો.
હેડ ટુ હેટ રિપોર્ટ : T20માં ભારતના 13મા કેપ્ટન બનેલા સૂર્યકુમારે 42 બોલમાં 80 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ 58 રનની ઈનિંગ રમીને તેને સાથ આપ્યો હતો. રિંકુ સિંહે છેલ્લી ઓવરોમાં ધૈર્ય જાળવી રાખ્યું અને ભારતીય ટીમને જીતની ઉંચાઈ પર લઈ ગયો. આ પહેલા જોશ ઈંગ્લિસે 47 બોલમાં ટી20માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથે પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. બંનેએ બીજી વિકેટ માટે 130 રન જોડ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 27 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 16 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 10 વખત વિજેતા રહી છે. બંને ટીમો વચ્ચે એક મેચ ટાઈ છે.
પિચ રિપોર્ટ :તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમની પિચ સંતુલિત પિચ છે. અહીં બોલરો અને બેટ્સમેનોને સમાન મદદ મળે છે. આ સ્ટેડિયમમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેદાનનો સરેરાશ સ્કોર 151ની આસપાસ છે. આ સ્ટેડિયમનો અત્યાર સુધીનો હાઈ સ્કોર 173 રન છે. આજની ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ બહુ વધારે સ્કોરિંગ હોય તેવી શક્યતા નથી.