- આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે બમણી
- ભારત અવકાશમાં બીજી છલાંગ લગાવવા માટે તૈયાર
- 12 ઓગસ્ટના રોજ GSLV-F10 દ્વારા EOS-03 લોન્ચ કરશે
હૈદરાબાદ: પૃથ્વી પર નિરીક્ષણ કરનાર જીસેટ-1ને GSLV-F10 દ્વારા લોન્ચ કરવામાં આવતા જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1નું કોડનેમ EOS-03 રાખવામાં આવ્યું છે. ઉપગ્રહનું લોન્ચિંગ 12 ઓગસ્ટના રોજ સવારે 5:43 વાગ્યે કરવામાં આવશે.
12 ઓગસ્ટના રોજ કરવામાં આવનારો EOS-03 એક અત્યંત અદ્યતન ઉપગ્રહ છે, જે GSLV F10 વાહનની મદદથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ ઉપગ્રહનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યુ હતુ. અગાઉ 28 ફેબ્રુઆરી 2021ના રોજ ISROએ 18 નાના ઉપગ્રહોને પણ લોન્ચ કર્યા હતા.
જાણો શું થશે ફાયદા
- EOS-03 એક ખાસ પ્રકારનો ઉપગ્રહ છે જે એક દિવસમાં ચારથી પાંચ વખત સમગ્ર દેશની તસવીરો લઈ શકે છે. આ ચિત્રો દ્વારા જંગલ વિસ્તારો, જળાશયો, પાક વિશેની ચોક્કસ પરિસ્થિતિ જાણી શકશે. જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે કે, વધી રહ્યો છે તે અંગે સચોટ માહિતી ઉપલબ્ધ થશે.
- EOS -03 પૂર અને ચક્રવાત જેવી કુદરતી આફતોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ સક્ષમ કરશે. આ હવામાનની માહિતી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તેના દ્વારા આગામી હવામાન સંબંધિત આપત્તિઓ વિશે મહત્વની માહિતી મેળવી શકાય છે. અગાઉથી માહિતી મેળવીને, તાત્કાલિક બચાવ અને રાહતનાં પગલાં લઈ શકાય છે.