ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BCCI: ડોમેસ્ટિક સીરિઝનો આખો કાર્યક્રમ જાહેર, રાજકોટને મળી બે મોટી મેચ - first ever Test match

BCCIએ મંગળવારે ડોમેસ્ટિક સીરિઝનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં ભારતમાં ઘર આંગણે ત્રણ ટીમ રમવા માટે આવશે. જેમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. તારીખ 22 સપ્ટેમ્બરના રોજ આ સીરિઝની શરૂઆત થશે. જેમાં પ્રથમ વન-ડે મેચ મોહાલીમાં બપોરે 1.30 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

BCCI: ડોમેસ્ટિક સીરિઝનો આખો કાર્યક્રમ જાહેર, રાજકોટને મળી બે મોટી મેચ
BCCI: ડોમેસ્ટિક સીરિઝનો આખો કાર્યક્રમ જાહેર, રાજકોટને મળી બે મોટી મેચ

By

Published : Jul 26, 2023, 6:49 AM IST

Updated : Jul 26, 2023, 7:06 AM IST

મુંબઈઃમંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો આખો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં એક ટેસ્ટ, એક T20 અને એક વન ડે મેચનો સમાવેશ થાય છે. કુલ પાંચ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે રમાશે. જ્યારે ત્રણ T20 મેચ અફઘાનિસ્તાન સામે રમાશે, ત્રણ વન-ડે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોટેશન પોલીસી અંતર્ગત સ્થળની પસંદગી કરી છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા SCA સ્ટેડિયમને બે મેચ મળી છે. પણ અમદાવાદ શહેરમાં એક પણ મેચ અપાઈ નથી.

વન-ડેઃસમગ્ર ટુર્નામેન્ટની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચથી થશે. ત્રણ વન-ડે મેચ રમાશે. જેમાંથી ત્રીજી મેચ રાજકોટના મેદાન પર રમાશે. એ પછી ભારતી-ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ શરૂ થશે. આગામી વર્ષની શરૂઆતમાં ત્રણ t20 સીરિઝ રમાશે. જે અફઘાનિસ્તાન સામે રહેશે. આ અફઘાનિસ્તાનનો ભારત સામે પહેલો દ્વિપક્ષીય પ્રવાસ રહેશે. એ પછી આવતા વર્ષે 25 જાન્યુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. જેમાંથી ત્રીજી ટેસ્ટ જે તારીખ 15 ફેબ્રુઆરીએ રમાશે એ રાજકોટમાં રમાશે. રાજકોટમાં 15મી જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મેદાન પર ચોથી વન ડે મેચ રમાશે. તારીખ 17 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ આ મેદાન પર રમાઈ હતી. જેમાં ભારત 36 રનથી વિજેતા થયું હતું.

પ્રથમ વખતઃઅફઘાનિસ્તાન પ્રથમ વખત T20 મેચ સીરિઝ રમવા માટે ભારતમાં આવશે. વર્ષ 2016માં રાજકોટમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ 9થી 13 નવેમ્બર દરમિયાન આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેચ ડ્રોમાં પરિણમી હતી. એ પછી વર્ષ 2018માં તારીખ 4થી 8 ઑક્ટોબર વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાઈ હતી. જેમાં એક ઈનિંગ સાથે 272 રનની ભારતીય ટીમની જીત થઈ હતી. સાત વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમ રાજકોટના મેદાન પર મેચ રમવા માટે આવશે. ટેસ્ટ મેચની રમતમાં ભાગ લઈને ફરી કોઈ રેકોર્ડ બનાવી શકે છે. આગામી વર્ષે ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ મેચની પહેલી મેચ હૈદરાબાદમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ રાજકોટમાં રમાશે.

ભારત-ઓસ્ટ્રેલિયા

પ્રથમ વન-ડે

તારીખઃ22 સપ્ટેમ્બર

સ્થળઃમોહાલીમાં 1.30 વાગ્યાથી શરૂ

બીજી વન-ડે

તારીખઃ24 સપ્ટેમ્બર

સ્થળઃઈન્દોરમાં 1.30 વાગ્યાથી શરૂ

ત્રીજી વન-ડે

તારીખઃ27 સપ્ટેમ્બર

સ્થળઃરાજકોટમાં 1.30 વાગ્યાથી શરૂ

પ્રથમ T20

તારીખઃ23 નવેમ્બર

સ્થળઃવાયજેગમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ

બીજી T20

તારીખઃ26 નવેમ્બર

સ્થળઃત્રિવેન્દ્રમમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ

ત્રીજી T20

તારીખઃ28 નવેમ્બર

સ્થળઃગુવાહાટીમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ

ચોથી T20

તારીખઃ1 ડિસેમ્બર

સ્થળઃનાગપુરમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ

પાંચમી T20

તારીખઃ3 ડિસેમ્બર

સ્થળઃહૈદરાબાદમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ

ભારત-અફઘાનિસ્તાન

પ્રથમ T20

તારીખઃ11 જાન્યુઆરી

સ્થળઃમોહાલી

બીજી T20

તારીખઃ14 જાન્યુઆરી

સ્થળઃઈન્દોર

ત્રીજી T20

તારીખઃ17 જાન્યુઆરી

સ્થળઃબેંગ્લુરૂ

ભારત-ઈંગ્લેન્ડ

પ્રથમ ટેસ્ટ

તારીખઃ25થી 29 જાન્યુઆરી 2024

સ્થળઃહૈદરાબાદ

બીજી ટેસ્ટ

તારીખઃ2થી 6 ફેબ્રુઆરી 2024

સ્થળઃવાયજેગ

ત્રીજી ટેસ્ટ

તારીખઃ15થી 19 ફેબ્રુઆરી 2024

સ્થળઃરાજકોટ

ચોથી ટેસ્ટ

તારીખઃ23થી 27 ફેબ્રુઆરી 2024

સ્થળઃરાંચી

પાંચમી ટેસ્ટ

તારીખઃ07થી 11 ફેબ્રુઆરી 2024

સ્થળઃધર્મશાળા

  1. india vs West Indies: આ ખેલાડીઓને મળી શકે છે પ્રથમ વન ડેમાં મોકો, 27 જુલાઈએ પ્રથમ વનડે
  2. Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવની બલ્લે બલ્લે, BCCI આપવા જઈ રહી છે મોટી જવાબદારી..!
Last Updated : Jul 26, 2023, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details