નવી દિલ્હી:બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ ગુરુવાર, 9 માર્ચે યોજાવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરુવારે સવારે 9.30 કલાકે રમાશે. અમદાવાદમાં યોજાનારી શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ માટે, ટીમ ઈન્ડિયા પુરી તૈયારીથી પગલા લઈ રહી છે. ભારતીય ટીમે શ્રેણીની અંતિમ મેચ માટે તૈયારીઓ કરી લીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.
મેદાનની પીચ એવી રીતે તૈયાર કરવામાં આવશે કે તે ઝડપી બોલરોને મદદ કરે:અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ મેદાનની પીચ એવી રીતે તૈયાર કરવામાં આવશે કે તે ઝડપી બોલરોને મદદ કરે. ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ ખરાબ રીતે હાર્યા બાદ ભારતીય ટીમ કોઈ જોખમ લેવા માંગતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ચોથી ટેસ્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સારી પિચ તૈયાર કરવા કહ્યું હતું.
WPL2023 : કૃતિ સેનન કિયારા અડવાણીએ બ્રાઉન મુંડે સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દિધા
સ્ટેડિયમમાં WTC ફાઇનલમાં રમશે:એવી અટકળો પણ હતી કે ભારતીય ટીમ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં WTC ફાઇનલમાં રમશે. આ મેદાનની ખાસિયત એ છે કે અહીં ઝડપી બોલરોને ઘણી મદદ મળે છે અને અહીંની પીચ ખૂબ જ ખાસ છે. આ રીતે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં ચોથી ટેસ્ટ રમીને ડબલ્યુટીસી ફાઈનલની તૈયારી કરવાનો આગ્રહ કરી રહી હતી. પરંતુ હવે ભારતીય ટીમનો પ્લાન બદલાઈ ગયો છે. કેપ્ટન રોહિત શર્માનું કહેવું છે કે ચોથી ટેસ્ટ માટે ગ્રીન પિચ નહીં હોય.
MS Dhoni Net Practice: IPL માટે ધોનીની જબરદસ્ત તૈયારી, મેદાન પર જમકર કરી રહ્યો છે તૈયારી
છેલ્લી ટેસ્ટ જીતવા માટે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ: ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ હવે ચોથી ટેસ્ટ જીતવાનો પૂરો પ્રયાસ કરશે. જેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર છેલ્લી મેચ માટે સ્પિનને ફ્રેન્ડલી બનાવવાની સંભાવના છે. આ મેદાનની પિચ રિપોર્ટની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે અહીં રમાયેલી અગાઉની મેચોમાં પિચ પર સ્પિનરોને મદદ કરવામાં આવી હતી. લગભગ બે વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાએ આ પીચ પર ઈંગ્લેન્ડને કારમી હાર આપી હતી. આ પીચ પર ટીમ ઈન્ડિયાના સ્પિનરોએ માત્ર બે દિવસમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ પછી આ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ પણ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી.