- UKથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી અસ્થાઇ રૂપે સ્થગિત
- UKમાં કોરોના વાઇરસના આનુવંશિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને સરકારે કર્યો નિર્ણય
- એરપોર્ટ પર આવનારા તમામ પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
નવી દિલ્હી : યૂનાઇટેડ કિંગડમ(UK)માં વર્તમાન પરિસ્થિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા UKથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી અસ્થાઇ રૂપે સ્થગિત કરવામાં આવી છે. UKમાં નોવેલ કોરોના વાઇરસના આનુવંશિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
UKમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યામાં રાખીને ભારત સરકાર દ્વારા નિર્ણય કરાયો
આ બાબતે નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, UKમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યામાં રાખીને ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, UKથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી અસ્થાઇ રૂપે સ્થગિત કરવામાં આવી છે.
તમામ પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
આ સાથે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. UKથી ભારત આવનારી તમામ પેસેન્જર ફ્લાઇટ્સ (જે ફ્લાઇટ્સ ઉપડી ચૂકી છે અથવા જે 22 ડિસેમ્બર રાત્રે 11:59 પહેલા પહોંચી રહી છે તેવી ફ્લાઇટ્સ) એરપોર્ટ પર આવનારા તમામ પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.