- ભારતે પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરતા અગ્નિ 5 મિસાઈલનું પરિક્ષણ કર્યું
- સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 5 મિસાઈલનું સફળ પરિક્ષણ
- આ મિસાઈલ 5,000 કિલોમીટર સુધીના લક્ષ્ય પર નિશાન સાધી શકે છે
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયના મતે, અગ્નિ-5ને DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન લગભગ 50,000 કિલો છે. મિસાઈલ 1.75 મીટર લાંબી છે, જેનો વ્યાસ 2 મીટર છે. આ 1,500 કિલોના વારહેડ ત્રણ તબક્કાવાળા રોકેટ બુસ્ટર હેઠળ રાખવામાં આવશે, જે ઠોસ એન્જિન દ્વારા સંચાલિત થાય છે.
આ મિસાઈલને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી શકે છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતીય અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ પોતાના સૌથી તેજ ગતિથી 8.16 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલનારી ધ્વનિની ગતિથી 24 ગણી ઝડપી હશે અને 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઉચ્ચ ગતિ હાંસલ કરશે. આ એક રિંગ લેઝર ગાયરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે ઉપગ્રહ માર્ગદર્શનની સાથે કામ કરે છે. આ સટીક નિશાન લગાવવામાં પણ સક્ષમ છે. આને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો-Agni Prime Missile Test: ઓડિશા તટ પર સફળ રહ્યું ટેસ્ટ ફાયર
આ મિસાઈલ પર એક દાયકાથી વધુ સમય પહેલા કામ શરૂ થયું હતું
અગ્નિ-5 અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ પર કામ એક દાયકાથી વધુ સમય પહેલા શરૂ થયું હતું. પ્રોજેક્ટની જાણકારી રાખનારા લોકોએ કહ્યું હતું કે, આ મિસાઈલનું પહેલું યુઝર ટ્રાયલ છે, જેની જદમાં ચીનનો સુદૂર ઉત્તરી ભાગ આવી શકે છે. અગ્નિ-5 પ્રોજેક્ટનો ઉદ્દેશ ચીનની સામે ભારતની પરમાણુ પ્રતિકારક ક્ષમતાને વધારવાની છે, જેની પાસે ડોંગફેંગ 41 જેવી મિસાઈલ છે, જેની ક્ષમતા 12,000થી 15,000 કિલોમીટર સુધી પ્રહાર કરવાની છે.