- ભારતે કરી અફઘાનિસ્તાન હુમલાની નિંદા
- દુનિયાએ આંતકવાદની વિરૂદ્ધ એક થવાની જરૂર છે
- ભારત ઘાયલો માટે પ્રાથના કરી રહ્યું છે
દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે સિરિયલ વિસ્ફોટ થયા હતા. બ્લાસ્ટના કારણે કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું કાબુલમાં સિરિયલ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 72 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ભારતે કરી નિંદા
ભારતે ગુરુવારે કાબુલ એરપોર્ટ પાસે થયેલા ઘાતક બોમ્બ ધમાકાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે," આ ધમાકાએ ફરી એકવાર સંદેશો આપ્યો છે કે દુનિયાએ ફરી એકવાર આંતકવાદની સામે એક થવાની જરૂર છે. વજારતે ખારજે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે," આંતક અને આંતકવાદીઓને શરણ આપનારની વિરૂદ્ઘ એકમત થઈને ઉભા રહેવાની જરૂર છે.