- ભારત ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આઠમું પરીક્ષણ કરશે
- અત્યાર સુધીના તમામ પરીક્ષણ રહ્યા છે સફળ
- દુનિયાના 7 દેશોની પાસે જ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ
- અગ્નિ-5ની રેન્જમાં આખું પાકિસ્તાન, ચીન અને બ્રિટન પણ
હૈદરાબાદ: હવે ભારત એ એલિટ દેશોમાં સામેલ થઈ જશે જેમની પાસે ન્યુક્લિયર હથિયારોથી સજ્જ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) છે. ભારત અગ્નિ-5 મિસાઇલનું આઠમીવાર ટેસ્ટિંગ કરવા જઇ રહ્યું છે. આ અગ્નિ-5નો પહેલો યુઝર ટ્રાયલ છે. આ પહેલા અગ્નિ-5ના 7 ટેસ્ટિંગ સફળ રહ્યા છે. આ ટેસ્ટિંગના સફળ થયા બાદ ભારતીય સેના ઇન્ટર કૉન્ટિનેંટલ MIRV મિસાઇલથી સજ્જ થઈ જશે. MIRV મિસાઇલની ખાસિયત એ છે કે તે એક સાથે અનેક જગ્યાએ હુમલો કરી શકે છે, જ્યારે સિંગલ વૉરહેડ મિસાઇલોને સામાન્ય રીતે એક ટાર્ગેટ પર હુમલો કરવા માટે લૉન્ચ કરવામાં આવે છે.
2008થી જ તૈયાર કરવામાં આવી રહી છે અગ્નિ-5
ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)એ 2008માં અગ્નિ-5 પર કામ શરૂ કર્યું હતું. 19 એપ્રિલ 2012ના ઓરિસ્સામાં આનો પહેલો ટેસ્ટ રેલ મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો. જાન્યુઆરી 2015માં મિસાઇલનો પહેલો કેનિસ્ટર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે મિસાઇલને રોડ મોબાઇલ લૉન્ચરથી છોડવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2018ના મિસાઇલને સાતમી વાર ટેસ્ટ કરવામાં આવી. સંરક્ષણ મંત્રાલયે અગ્નિ-5ને 2020માં જ સેનામાં સામેલ કરવાની તૈયારી કરી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે અંતિમ ટેસ્ટ નહોતો થઈ શક્યો. 8મી વાર ટેસ્ટ સફળ થયા બાદ આને સેનામાં સામેલ કરી દેવામાં આવશે.
ટાર્ગેટ પર સચોટ પ્રહાર કરી શકે છે અગ્નિ-5
અગ્નિ-5 રિંગ-લેઝર ગાયરોસ્કોપ આધારિત નેવિગેશનના કારણે આ ટાર્ગેટ પર સચોટ પ્રહાર કરી શકે છે. આ મિસાઇલ દોઢ ટન સુધી ન્યુક્લિયર હથિયાર પોતાની સાથે લઈ જઈ શકે છે. આની સ્પીડ મેક 24 છે, એટલે કે ધ્વનિની ગતિથી 24 ઘણી વધારે. અગ્નિ-5ને ક્યાંય પણ સરળતાથી લઈ જઈ શકાય છે. આ મિસાઇલ ન્યુક્લિયર વૉરહેડ લઈ જવામાં સક્ષમ છે અને આની રેન્જ 5500 કિમી છે.
અગ્નિ-5ની રેન્જમાં ચીન અને પાકિસ્તાન
અગ્નિ-5ની રેન્જમાં આફ્રિકા, યુરોપ અને એશિયાના કેટલાક ભાગ આવશે. આ મિસાઇલની રેન્જમાં ચીનના અનેક મોટા શહેરો પણ આવશે, જ્યારે આખું પાકિસ્તાન આની રેન્જમાં હશે. અત્યારે દુનિયાના 7 દેશોની પાસે જ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. આમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, ઇઝરાઇલ, બ્રિટન, ચીન અને ઉત્તર કોરિયા સામેલ છે. ભારત આ ક્લબમાં સામેલ થનારો દુનિયાનો આઠમો દેશ હશે. ભારતે જૂન 2021માં અગ્નિ પ્રાઇમનું પણ ટેસ્ટિંગ કર્યું હતું. આ ઉપરાંત અગ્નિ-6ના ડેવલપમેન્ટ પર પણ કામ ચાલી રહ્યું છે.
પાકિસ્તાનની શાહીનથી બમણી શક્તિશાળી છે અગ્નિ-5