વોશિંગ્ટનઃઅમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પ્રશાસને કહ્યું છે કે, ભારતનો રશિયા સાથેનો સંબંધ (Indias relationship with Russia) અમેરિકા અને રશિયાના સંબંધોથી અલગ (INDIA RUSSIA RELATIONS ARE DIFFERENT FROM US) છે એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. યુ.એસ.એ એમ પણ કહ્યું કે, તેમણે રશિયા સાથે સંબંધો ધરાવતા દરેક દેશને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સુરક્ષા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવા કહ્યું છે.
આ પણ વાંચો:Ukraine Russia Invasion : ઝેલેન્સકીએ ચેતવણી આપી, કહ્યું- "આ છેલ્લી વખત હશે જ્યારે તમે મને જીવતો જોશો"
અમારા ભારત સાથે મહત્વપૂર્ણ હિત જોડાયેલા છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે શુક્રવારે એક દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, 'અમારા ભારત સાથે મહત્વપૂર્ણ હિત જોડાયેલા છે. અમે ભારત સાથે મહત્વપૂર્ણ મૂલ્યો શેર કરીએ છીએ અને અમે જાણીએ છીએ કે, રશિયા સાથેના ભારતના સંબંધો અમારા અને રશિયા વચ્ચેના સંબંધો કરતા અલગ છે એમાં ચિંતા કરવાની (NOTHING TO WORRY ABOUT IT AMERICA) કોઈ વાત નથી.
ભારતનો રશિયા સાથે મજબૂત સંબંધ
ભારતનો રશિયા સાથે મજબૂત સંબંધ છે, જે ચોક્કસપણે અમારી પાસે નથી. ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે પણ સંબંધો છે, જે આપણી વચ્ચે નથી. અમે દરેક દેશને તેનો રચનાત્મક રીતે ઉપયોગ કરવા કહ્યું છે, જેઓ સંબંધો ધરાવે છે અને જેઓ લાભ લઈ શકે છે.
આ પણ વાંચો:Russia Ukraine War : એર ઈન્ડિયાનું વિમાન બુકારેસ્ટ પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા લોકોને લઈને આવશે પરત
અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે પૂર્વી યુક્રેનમાં વિશેષ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી અને ત્યારથી બંને દેશો વચ્ચે હુમલાઓ (Russia Ukraine War ) ચાલુ છે. આ હુમલા માટે રશિયાની ટીકા થઈ રહી છે અને અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. ત્યારે પ્રાઇસે કહ્યું કે, ભારત સાથે અમેરિકાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે.