ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Red Sea Crisis: ભારતના રશિયા અને ઈરાન સાથેના સંબંધો હૂતી હુમલાને ટાળવામાં મદદરુપ થશે? - ઓપરેશન

અત્યારે રેડ સીનું સંકટ ગાઢ બનતું જાય છે. યમનમાં રહેતા હૂતી વિદ્રોહીઓએ કોમર્શિયલ જહાજોને પોતાના નિશાન બનાવ્યા છે. જેનાથી સમગ્ર વિશ્વના વેપાર પર અસર થઈ છે. જો સિવાય અન્ય કોઈ જળમાર્ગે પ્રવાસ ખેડ્યો તો ખર્ચ 3 ગણો વધી શકે છે. જો કે ભારતના સંબંધ રશિયા અને ઈરાન સાથે સારા હોવાથી હૂતી વિદ્રોહીઓ ભારતના જહાજને નિશાન નહીં બનાવે તેવી પણ સંભાવના છે. India Red Sea Crisis Russia Iran America Egypt Operatiion Prosperty Guardian

ભારતના રશિયા અને ઈરાન સાથેના સંબંધો હૂતી હુમલાને ટાળવામાં મદદરુપ થશે?
ભારતના રશિયા અને ઈરાન સાથેના સંબંધો હૂતી હુમલાને ટાળવામાં મદદરુપ થશે?

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 9:32 PM IST

હૈદરાબાદઃ રેડ સીમાં હૂતી હુમલાનો મોટો ખતરો છે. હૂતી વિદ્રોહીઓને ઈરાનનો સપોર્ટ છે. તેમની પાસે હથિયારોથી સજ્જ હેલિકોપ્ટર, ડ્રોન અને એન્ટી શિપ મિસાઈલ છે. તેઓ યમનથી ઓપરેટ કરે છે. એડનની ખાડીને રેડ સી સાથે જોડતા બાબ અલ મંદેબ જળરાશિ પાસે યમન આવેલું છે. અહીંથી નીકળતા જહાજો સુએજ નહેરમાંથી પસાર થાય છે. જેનાથી યુરોપ અને એશિયા વચ્ચેનું અંતર ઓછું થાય છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હિજબુલ્લાહ અને હૂતીનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. તેમને ઈઝરાયલ વિરુદ્ધ એક્સિસ ઓફ રેજિસ્ટન્સ પણ કહેવામાં આવે છે. તેઓ સરાજાહેર ઈઝરાયલનો વિરોધ કરે છે. બીજી તરફ યમનમાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. હૂતીનો વિરોધ સાઉદી અરબ અને પશ્ચિમના દેશો કરી રહ્યા છે. પ્રાદેશિક પરિસ્થિતિઓને લીધે હૂતીએ પેલેસ્ટાઈનનો સાથ આપવાનું નક્કી કર્યુ છે. એવું કહેવાય છે કે ઈઝરાયલ પર દબાણ સર્જવા માટે હૂતી રેડ સીમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરી રહ્યું છે.

અમેરિકન સુરક્ષા વિભાગ અનુસાર હૂતી વિદ્રોહીઓએ 100થી વધુ એક તરફી હવાઈ હુમલા કર્યા છે. જે દરમિયાન 35થી વધુ દેશોના કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. છેલ્લા 1 મહિનામાં હૂતી વિદ્રોહીઓએ 13થી વધુ કોમર્શિયલ જહાજો પર હુમલો કર્યો અને પોતાના કબ્જામાં લઈ લીધા. એમવી ગેલેક્સી લીડરના 25 સભ્યોને તેમણે હજૂ પણ બંધક બનાવી રાખ્યા છે.

હૂતી વિદ્રોહીનું કહેવું છે કે આ જહાર ઈઝરાયલને ફાયદો પહોંચાડવા માટે સામાન લઈ જાય છે. તેથી તેમને અમે નિશાન બનાવી રહ્યા છીએ. 11 ડિસેમ્બરના રોજ હૂત વિદ્રોહીઓએ નોર્વેના કાર્ગો શિપ દ સ્ટ્રિંડા પર મિસાઈલ હુમલો કર્યો. જ્યારે આ કાર્ગો તો ઈટાલી જઈ રહ્યો હતો. આ રીતે જ 15 ડિસેમ્બરના રોજ હૂતી વિદ્રોહીઓએ એન્ટી શિપ મિસાઈલનો પ્રયોગ કર્યો. તેમણે એમએસસી પ્લેટિનમ-3 પર નિશાન સાધ્યુ હતું. આ લાયબેરિયાનું જહાજ હતું.

આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ ટ્રેડ માટે હૂતીનું આક્રમણ ચિંતાજનક છે. રેડ સી દ્વારા સુએજ નહેર સુધી પહોંચી શકાય છે. મોટા મોટા જહાજો સુએજ નહેરનો ઉપયોગ કરીને સમય બચાવે છે. તેથી આ વિશ્વનો સૌથી બિઝી રુટ ગણાય છે. આ રુટ પર કોઈ પણ સમયે 400થી વધુ જહાજો પસાર થઈ શકે છે. જો આ જહાજોને રોકવામાં આવે તો વૈશ્વિક વેપારમાં 12 ટકા જેટલો પ્રભાવ પડી શકે તેમ છે. તેમજ એક તૃતિયાંશ મૂવમેન્ટ પ્રભાવિત થઈ શકે છે. એમેરિકન ઊર્જા સૂચના પ્રશાસન અનુસાર આ વર્ષે કુલ તેલ પ્રવાહોમાં સૂએજ નહેરનો હિસ્સો 9.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ રહ્યો છે.

વિશ્વની અગ્રણી શિપિંગ કંપનીઓ જેવી કે એમએસસી, સીએમએ, સીજીએમ, હપાગ લૈલોડ, એપી મોલર મૈર્સ્ક વૈશ્વિક મેરિટાઈમ ટ્રેડન 53 ટકા હિસ્સો ધરાવે છે. જો કે હવે બાબ અલ મંદેબ ખાડીથી વેપાર બંધ થવાને લીધે અસરગ્રસ્ત છે. હવે કંપનીઓ કેપ ઓફ ગૂડ હોપ તરફથી વેપાર માટે જવા મજબૂર છે. જો કે આ માર્ગે કંપનીના જહાજોને 19થી 30 દિવસો વધુ લાગી શકે છે. તેમજ ખર્ચો પણ વધી જાય છે. વીમા કંપનીઓએ તો 5200 ડોલર વધારાનો ચાર્જ કરવાનું શરુ કરી દીધું. જો કંપની ના પાડે તો વીમા કંપનીઓએ વીમો ન આપવાની વાત કરી છે.

આ સમસ્યા ભારતમાં ઊર્જા સંકટનું મુખ્ય કારણ બની શકે છે. ભારતના 200 બિલિયન ડોલરના મેરીટાઈમ ટ્ર્ડ બાબ અલ મંદેબના રાસ્તે થાય છે. જેમાં ખાસ કરીને ક્રુડ ઓઈલ અને એલએનજીનો સમાવેશ થાય છે. ભારત આ માર્ગે ખાદ્યાન્ન, ઈલક્ટ્રોનિક્સ અને કિમતી ધાતુઓને આફ્રિકા, યુરોપ અને પ. એશિયામાં નિકાસ પણ કરે છે. જો આ દરિયાઈ માર્ગ પ્રભાવિત રહેશે તો ભારત માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ભારત રશિયાથી સસ્તા તેલને આયાત કરે છે અને તેમાં માસિક 9 ટકાની વૃદ્ધિ થઈ રહી છે. જો કે કેટલાક નિષ્ણાંતો કહે છે કે ભારતના રશિયા અને ઈરાન સાથે સારા સંબંધો છે. તેથી હૂતી વિદ્રોહી ભારતના જહાજ પર આક્રમણ નહીં કરે.

એપ્રિલ 2022થી સંયુકત મેરિટાઈમ ફોર્સનું રેડ સી, બાબ અલ મંદેબ અને એડનની ખાડીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકા અને ફ્રાન્સિસી વોરશિપ પેટ્રોલિંગ યૂનિટે રેડ સીમાં હૂતીના ડ્રોન અને મિસાઈલ પર હુમલો કર્યો છે. અમેરિકાએ નવું બહુ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવવાનો ફેંસલો કર્યો છે. તેનું નામ ઓપરેશન પ્રોસ્પરિટી ગાર્ડિયન રાખવામાં આવ્યું છે. જેમાં બહેરીન, કેનાડા, ફ્રાન્સ, ઈટાલી, નેધરલેન્ડ, નોર્વે, સિશેલ્સ, સ્પેન અને યૂકેને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક દેશોની નૌસેના સંયુક્ત રુપથી પેટ્રોલિંગ કરશે અને કેટલાક દેશ ઈન્ટેલિજન્સના રુપે કામ કરશે. જો કે હજૂ દરેક દેશોએ આ સમજૂતિ પર સહમતિ આપી નથી. ઈજિપ્તે હજૂ સુધી પોતાનો મત જણાવ્યો નથી. ઈજિપ્ટને પ્રતિદિવસ 30 મિલિયન ડોલરની ટ્રાન્ઝિટ ફીઝનું નુકસાન થઈ રહ્યું છે. સુએજ નહેરથી નીકળતા જહાજોને ફીઝ આપવી પડે છે. સાઉદી અરબની નિકાસ પ્રભાવિત થઈ રહી છે. ચીન પોતાનો માલ યુરોપ નથી મોકલી શકતું. ત્રણેય દેશોએ આ મામલે પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી.

જો કે અત્યારે મહત્વનો સવાલ એ છે કે રેડ સી ઝડપથી સુરક્ષિત કરવામાં આવશે કે જેથી વૈશ્વિક વેપાર પ્રભાવિત ન થાય અને સમગ્ર વિશ્વમાં મેરિટાઈમ સંબંધી કોઈ અનિશ્ચિતતા ના રહે.

(લેખકઃ ડૉ. ખેલ્લા ભાનુ કૃષ્ણ કિરણ)

  1. ડ્રોન હુમલો ભારતીય ઇકોનોમિને નુકસાન કરવા માટેનું કાવતરું : સુરેન્દ્રસિંહ ત્યાગી, નિવૃત એર કમાન્ડર
  2. Ship Drone Attack: હિંદ મહાસાગરમાં કેમિકલ ભરેલા કાર્ગો જહાંજ પર કથિત ડ્રોન હુમલો, ભારતીય કોસ્ટ ગાર્ડ આવ્યું મદદે

ABOUT THE AUTHOR

...view details