- દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,280 દર્દીઓએ કોરોનાને માત આપી
- દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા થયો
- મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી અપાઈ
નવી દિલ્હી: દેશમાં કોરોનાનું બીજુ સ્તર જોખમી સાબિત થઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 354 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા છે, જેની સામે 41,280 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,52,566 છે. દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 2220 પોઝિટિવ કેસ નોંધાયા
મંગળવારે 10,22,915 નમૂનાઓના ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 24,36,72,940 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી મંગળવારે, 10,22,915 નમૂનાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.