નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ મુદ્દે વાતચીત માટે પાકિસ્તાનનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ(India and Pakistan Indus Waters Agreement) નવી દિલ્હી પહોંચ્યું છે. 30-31 મેના રોજ નવી દિલ્હીમાં બન્ને દેશો વચ્ચે વાતચીતનો 118મો રાઉન્ડ યોજાઈ રહ્યો છે. આ પ્રતિનિધિમંડળ વાઘા બોર્ડર થઈને ભારત પહોંચ્યું હતું. વાટાઘાટો (Pakistan Indus Water Commission)દરમિયાન, બન્ને પક્ષો અગાઉથી પૂરની માહિતી અને સિંધુ પાણી માટે કાયમી કમિશન (PCIW) ના વાર્ષિક અહેવાલના મુદ્દા પર ચર્ચા કરશે.
આ પણ વાંચોઃચિનાબ નદીમાં ઓછું પાણી છોડવાનો પાકિસ્તાનનો આક્ષેપ ભારતે ફગાવ્યો
ઈસ્લામાબાદમાં ત્રણ દિવસીય વાતચીત કરી -અગાઉ પાકિસ્તાની અખબાર ડોનના(Indus Water Treaty)અહેવાલ મુજબ, તેઓ સિંધુ જળ સંધિની કલમ IX હેઠળ 1,000 મેગાવોટ પાકલ દુલ, 48 મેગાવોટ લોઅર કાલનાઈ અને 624 મેગાવોટ કિરુ પ્રોજેક્ટની પણ ચર્ચા કરશે. પાકિસ્તાની પ્રતિનિધિમંડળના વડા અને ઇન્ડસ વોટર કમિશનર સૈયદ મેહર અલી શાહે જણાવ્યું હતું કે, પૂર્વ આગાહીના ડેટા શેર કરવા પર વાતચીત થશે, જ્યારે PCIW (Pakistan Indus Water Commission) ના વાર્ષિક અહેવાલ પર પણ વાતચીત દરમિયાન ચર્ચા કરવામાં આવશે." તેમણે કહ્યું, 'PCIW સ્તરે આ 118મી દ્વિપક્ષીય બેઠક હશે. અગાઉ, બંને દેશોએ 2-4 માર્ચ 2022ના રોજ ઈસ્લામાબાદમાં ત્રણ દિવસીય વાતચીત કરી હતી.