- ભારત અને પાકિસ્તાન વચ્ચેની બેઠક પૂર્ણ
- સિંધુ જળ સમજૂતી અંગે યોજાઈ હતી બેઠક
- પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની પરિયોજનાઓ પર વાંધો ઉઠાવ્યો
આ પણ વાંચોઃસિંધુ જળ કરાર: ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અગત્યનો મુદ્દો
નવી દિલ્હી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી અંગે બે દિવસીય બેઠક બુધવારે સંપન્ન થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં પાકલ દુલ અને લોઅર કલનાઈ પનબિજલી પરિયોજનાઓની ડિઝાઈન અંગે વાંધો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃપાકિસ્તાન: વડાપ્રધાન ઈમરાન ખાનના વિશ્વાસના મતને વિપક્ષે નકાર્યો, રાજીનામાની માંગ કરી
ભારતના સિંધુ પંચના કમિશનર પી. કે. સક્સેનાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ને હટાવ્યા બાદ લદ્દાખમાં ભારત દ્વારા શરૂ કરાયેલી પનબિજલી પરિયોજના અંગે માહિતી માગી હતી. જોકે, ભારતે પાકલ દુલ અને લોઅર કનલાઈ પનબિજલી પરિયોજનાઓને ડિઝાઈનોને યોગ્ય ગણાવ્યું હતું. આ બેઠકમાં સામેલ થયેલા ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ભારતના સિંધુ પંચના કમિશનર પી. કે. સક્સેનાએ કર્યું હતું. આ સાથે બેઠકમાં કેન્દ્રિય જળ પંચ, કેન્દ્રિય વિદ્યુત ઓથોરિટી અને રાષ્ટ્રીય જળ વિદ્યુત ઊર્જા નિગમના તેમના સલાહકાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ સોમવારે સાંજે ભારત આવ્યું હતું
આ બેઠકમાં પાકિસ્તાની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સિંધુ પંચ (પાકિસ્તાન)ના કમિશનર સૈયદ મોહમ્મદ મેહર અલી શાહે કર્યું હતું. પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ સોમવારે સાંજે ભારત આવ્યું હતું. ઓગસ્ટ, 2019માં ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ- 370 હટાવી દીધો હતો. આ સાથે જ બે કેન્દ્રશાસિત પ્રદેેશોને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચ્યા બાદ બંને પંચની આ પહેલી બેઠક છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની હતી. કારણ કે, બંને દેશની સેના નિયંત્રણ રેખા અને અન્ય ક્ષેત્રોમાં સંઘર્ષ વિરામ સમજૂતીનું કડક પાલન કરવા અંગે ગયા મહિને કરવામાં આવેલી ઘોષણા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી મહત્વપૂર્ણ બેઠક છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સમજૂતી થઈ હતી
ભારતે જુલાઈ 2020માં કોવિડ-19 મહામારીના કારણે સિંધુ જળ સમજૂતી સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે ઓનલાઈન બેઠકનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ પાકિસ્તાને અટારી સીમા ચોકી પર આ બેઠક યોજવા દબાણ કર્યું હતું. જોકે, ભારતે મહામારીને ધ્યાનમાં રાખી પાકિસ્તાનના પ્રસ્તાવને નકારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960માં થયેલા સિંધુ જળ સમજૂતી અંતર્ગત સતલુજ બ્યાસ અને રાવી નદીનું પાણી ભારતને જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને મળે છે.