ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IND vs WI ODI : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમનું કરાયું એલાન, ટીમની કમાન સોંપાઇ... - Shikhar Dhawan was handed over captaincy

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની(Board of Control for Cricket in India) પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શિખર ધવનને ટીમની કમાન સોંપવામાં આવી(Announcement of Indian team for ODI series against West Indies) છે, જ્યારે રવિન્દ્ર જાડેજા ઉપ-કેપ્ટન છે.

IND vs WI ODI
IND vs WI ODI

By

Published : Jul 6, 2022, 5:41 PM IST

મુંબઈ : ઓપનર શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝ સામે ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ ખાતે રમાનારી ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતનું નેતૃત્વ(Shikhar Dhawan was handed over captaincy) કરશે. BCCIએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઑફ સ્પેન, ત્રિનિદાદ ખાતે રમાનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરી(Board of Control for Cricket in India) છે.

આ પણ વાંચો - India vs England : ચોથા દિવસે ભારતનું ભયજનક અને રક્ષણાત્મક હતું બેટિંગ : શાસ્ત્રી

ધવનને સોંપાઇ ટીમની કમાન - ધવને ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસ પર ત્રણ વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ઋષભ પંતની જગ્યાએ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસન ટીમમાં પરત ફર્યો છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે માટે સામેલ કરવામાં આવેલા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલની સાથે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પણ ટીમમાં સામેલ છે.

T20ને ધ્યાનમાં લઇને બનાવાઇ ટીમ - BCCIએ T20 વર્લ્ડ કપને લઈને એક ખાસ પ્લાન બનાવ્યો છે. ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી ટી20 સિરીઝ રમશે. આવી સ્થિતિમાં તે પોતાના મુખ્ય ખેલાડીઓને લઈને કોઈપણ રીતે કોઈ જોખમ લેવા માંગતી નથી. કદાચ આ જ કારણ છે કે, તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને વનડે શ્રેણીમાંથી આરામ આપ્યો છે.

આ પણ વાંચો - મલેશિયા માસ્ટર્સનો બન્યો સંઘર્ષમય ખેલ, સિંધુ સહિતના આ ખેલાડીઓની બીજા રાઉન્ડમાં એન્ટ્રી

ભારતીય ટીમ -શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (WK), સંજુ સેમસન (WK), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રર્સિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

  • ભારતનો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ 2022
  1. પ્રથમ ODI 22 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેન મેદાનમાં રમાશે.
  2. દ્રિતિય ODI 24 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેન મેદાનમાં રમાશે.
  3. ત્રીજી ODI 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેન મેદાનમાં રમાશે.

ABOUT THE AUTHOR

...view details