ત્રિવેન્દ્રમઃરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા (President Candidate Yashwant Sinha) કેરળની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે જુદા જુદા રાજનેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, દેશને રબર સ્ટેમ્પ કોઈ મૌન રાષ્ટ્રપતિ (India President Election) જોઈતા નથી. ભારતને રબર સ્ટેમ્પ પ્રમુખની (Rubber Stamp President) જરૂર નથી અને વર્તમાન સંજોગોમાં અમે કોઈ પણ રીતે મૌન રાષ્ટ્રપતિને સ્વીકારી શકીએ નહીં, એમ સામૂહિક વિરોધ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ ઉમેર્યું છે. કેરળની રાજધાની ખાતે એક મીટ-ધ-પ્રેસમાં મીડિયા સાથે વાત કરતી વખતે, યશવંત સિંહાએ કહ્યું કે ભારતને હવે એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે શાસક પ્રણાલીને ના કહી શકે. એ માટેની હિંમત એની પાસે છે.
આ પણ વાંચોઃ જૂડવા બહેનોએ કરી બતાવ્યુું અશક્ય કામને શક્ય, જાણો સમગ્ર ઘટના...
વિચારધારા વચ્ચે સ્પર્ધાઃ યશવંત સિન્હાએ કહ્યું, "સ્પર્ધા વ્યક્તિઓ વચ્ચે નથી પરંતુ વિચારધારાઓ વચ્ચે છે. ભાજપનો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી જીતવાનો અને સત્તા પર ટકી રહેવાનો છે અને એમા લોકોનું કલ્યાણ નથી. ભાજપની નીતિઓ દેશ માટે ખતરનાક છે અને જો લોકશાહીને ટકવી હોય તો સૌએ ભાજપની નીતિઓ સામે લડવું જોઈએ. મારી લડાઈ આ માટે જ છે. નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે.
આ પણ વાંચોઃ 5 ધારાસભ્યો નહી પણ કુતરા સુતેલા હતા: આપનું સરવૈયુ કરતી બીજેપી
નોટબંધી પછી કેટલી બ્લેકમની પાછી આવીઃ નોટબંધી પછી કેટલું કાળું નાણું પાછું આવ્યું છે તે કોઈને ખબર નથી. અગ્નિપથ જેવી યોજનાઓ, જે લોકોના હિતોને પડકારે છે અને બળનો ઉપયોગ કરીને અમલમાં મૂકે છે તે રાષ્ટ્રના હિતની વિરુદ્ધ છે. અગ્નિપથને મૂર્ખ કાર્યક્રમ છે. કેરળના ત્રિવેન્દ્રમમાં LDF અને UDF ધારાસભ્યોને મળ્યા બાદ યશવંત સિન્હા એ ખાસ મીડિયા મુલાકાત કરી હતી. કેરળમાંથી તેમના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી.