ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જળસંચય માટે ભારતમાં જરૂરી છે જન આંદોલન

દરેક સજીવ માટે જળ અનિવાર્ય છે અને તેથી પાણીને પ્રાણથી પણ અધિક પ્રેમ કરવો જોઈએ. આ સમજ ના હોવાથી ભારતમાં પાણીની જંગી સમસ્યા આકાર લઈ રહી છે. નીતિ આયોગે અઢી વર્ષ પહેલાં ચેતવણી ઉચ્ચારી હતી કે દેશની 60 ટકા વસતિ પાણીની અછતની આકરી સમસ્યાનો સામનો કરી રહી છે. દેશમાં અત્યારે જેટલો જળજથ્થો ઉપલબ્ધ છે તેનાથી બમણા પાણીના જથ્થાની જરૂર 2030 સુધીમાં જરૂરિયાત ઊભી થશે.

જળસંચય
જળસંચય

By

Published : Mar 8, 2021, 3:28 PM IST

Updated : Mar 8, 2021, 5:27 PM IST

નીતિ આયોગના અભ્યાસ અનુસાર દેશના 70 ટકા જેટલા જળસ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે. પ્રદૂષિત જળને કારણે દર વર્ષે બે લાખ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ કપરી સ્થિતિને કારણે દેશને જીડીપીમાં છ ટકાનું નુકસાન થઈ રહ્યું છે, એવું પણ આયોગે જણાવ્યું છે.

બીજી વાર વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ દેશના દરેક ગામના સરપંચોને પત્ર લખ્યો હતો કે જળસંચયની તાતી જરૂર છે. દેશની 12 ભાષાઓમાં લખાયેલા આ પત્ર દ્વારા તેમને જળસંચયની જરૂરિયાત જણાવાઈ હતી. હાલમાં વડા પ્રધાને ફરીથી જળસંચય માટેના 100 દિવસના કાર્યક્રમમાં જોડાવા માટે લોકોને વિનંતી કરી છે.

વડા પ્રધાને છેલ્લે તેમના મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જલ શક્તિ મંત્રાલય જળસંચય અભિયાન ઉપાડી લેશે. જળસંચય માટે તેમણે આ ઝુંબેશ ઉપાડી છે, તેના પરથી 2003માં વાજપેયી સરકારે કરેલા પ્રયાસોની પણ યાદ આવે છે. તે વખતે જલ યજ્ઞમ્ ઝુંબેશ તેલુગુ ભૂમિ પર શરૂ થઈ હતી અને તે વખતે વડા પ્રધાન તરીકે વાજપેયીએ સૌને અનુરોધ કર્યો હતો કે તળાવોને ઊંડા કરવા, જળસંગ્રહ માટે તળાવડીઓ બનાવવી વગેરે કાર્યોમાં લાગી જાવ. જળસંચય માટે સરળ પદ્ધતિઓ શોધી કાઢવા માટે પણ તેમણે વિજ્ઞાનીઓને અનુરોધ કર્યો હતો. જોકે તે પછી કાર્યક્રમના અમલીકરણ માટે કોઈ પ્રયાસો થયા નહોતા અને તેના કારણે કિમતી જળસ્રોતોની ઉપેક્ષા જ થતી રહી. આજે તે બાબત ખતરાની ઘંટડી બનીને વાગી રહી છે.

ગ્લૉબલ વૉર્મિંગને કારણે મોસમમાં મોટા પાયે ફેરફારો થયા છે. પરિણામે અત્યાર સુધી જ્યાં દુકાળ પડતો હતો ત્યાં ભારે વરસાદને કારણે પૂર આવવા લાગ્યા છે. આ સ્થિતિમાં પરિવર્તન માટે પ્રયાસો નહીં થાય ત્યાં સુધી લોકોના દુખદર્દ દૂર થવાના નથી.

ભારતીય ભાષાઓમાં જળ વિશે અનેક કહેવતો છે, જે દર્શાવે છે કે જળસંચય, કુવા તળાવો ખોદવા તે માનવજીવન માટે કેટલું અગત્યનું છે. જળાશયોમાં કાંપ ના જમા થાય તેની કાળજી લેવાની વાત પણ તેમાં કહેવામાં આવેલી છે. પ્રાચીન સમયથી જ આ રીતે જળસંસાધનોની કાળજી લેવાની વાતને પ્રાધાન્ય અપાતું રહ્યું છે.

દુનિયાની કુલ વસતિના 18 ટકા લોકો ભારતની ભૂમિ પર વસે છે. એ જ રીતે વિશ્વના 18 ટકા માલઢોર ભારતમાં છે. તેની સામે ભારતને વિશ્વના જળસ્રોતમાંથી માત્ર 4 ટકાનો જ ફાયદો મળે છે. જળાશયોના પાણીનો દુરુપયોગ અને અમર્યાદ રીતે ભૂગર્ભના પાણીનું દોહન વર્ષોવર્ષ સ્થિતિને વકરાવી રહ્યા છે.

ભારતમાં વરસાદ પડે છે તેમાંથી 70 ટકા માત્ર 100 દિવસોમાં વરસી જાય છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તેની કોઈ કુનેહ આપણ કેળવી નથી. ત્રણ મહિનાનું ચોમાસુ વીતિ જાય તે પછી પાણી મેળવવા માટે કોઈ સાધન રહેતું નથી, તેના કારણે દેશવાસીઓ સામે વિકટ સ્થિતિ આવીને ઊભી રહે છે.

થોડા દાયકા પહેલાં દેશમાં માથા દીઠ જળની ઉપલબ્ધિ 5000 ક્યુબિક મીટર્સની હતી. આજે તે ઘટીને માત્ર 1486 ક્યુબિક મીટર્સ થઈ છે. વર્ષ 2031 સુધીમાં સ્થિતિ વધારે ગંભીર બનીને માથા દીઠ જળ માત્ર 1367 ક્યુબિક મીટર્સ રહી જવાનું છે. પાણીનો જથ્થો પણ ઘટી જવાનો છે અને સાથોસાથ પાણીની ગુણવત્તા પણ કથળી જવાની છે.

કોઈ આવીને આપણને ઉગારી લેશે તેવી માનસિકતામાંથી લોકોએ બહાર આવવાની જરૂર છે. ભારતને દર વર્ષે વરસાદ મારફત અને ભેજ મારફત 4 લાખ કરોડ ક્યુબિક મીટર્સ પાણી મળે છે. તેમાંથી માત્ર ચોથા ભાગનું પાણી જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ભારત જળસંચય વધારીને કમસે કમ 2 લાખ કરોડ ક્યુબિક મીટર્સ પાણીનો જથ્થો સંઘરી શકે તો જ આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય તેમ છે.

ભારત કરતાં ચોથા ભાગનો જ વરસાદ ઇઝરાયલ પર વરસે છે. આમ છતાં તેણે આ મુશ્કેલીને તકમાં ફેરવી નાખી છે. ઇઝરાયેલ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને જળસંચય વધાર્યું છે. ભૂગર્ભ જળમાં વૃદ્ધિ કરવામાં ઇઝરાયલને મળેલી સફળતામાંથી ભારતે શીખવા અને અનુકરણ કરવા જેવું છે. ભગીરથ રાજા ગંગા નદીને ધરતી પર લઈ આવ્યા તે રીતે દરેક નાગરિકે જળસંચયમાં હિસ્સેદાર થવાનું છે. પાણીનો વપરાશ સંયમિત રીતે કરવાનો છે. આને એક જન આંદોલન બનાવવું જોઈએ. તો જ દેશ ધનધાન્યથી ભરપુર બની રહેશે.

Last Updated : Mar 8, 2021, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details