- ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી પર કર્યા આકરા પ્રહાર
- ભારતને 'હિંમતવાન' વડાપ્રધાનની જરૂર
- ભારત ત્યારે જ મજબૂત બનશે જ્યારે દેશના લોકો મજબૂત હશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ (National Conference president farooq abdullah) સોમવારે કહ્યું હતું કે, ભારતને એક "હિંમતવાન" વડા પ્રધાનની જરૂર (india needs a bold pm) છે, જે માત્ર રાજકારણ ખાતર લોકોને વહેંચવાને બદલે બધાને એક કરે, પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ અથવા કોઈપણ.
ભારત ત્યારે જ મજબૂત બનશે જ્યારે દેશના લોકો મજબૂત હશે
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને 'ફરોઝ ઇન એ ફિલ્ડ (Furrows in a field): ધ અનએક્સપ્લોર્ડ લાઇફ ઑફ એચ ડી દેવગૌડા' (The Unexplored Life of HD Deve Gowda)નામના પુસ્તકનું વિમોચન કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત ત્યારે જ મજબૂત બનશે જ્યારે દેશના લોકો મજબૂત હશે.
ભારતને ભાગલાની જરૂર નથી
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'ભારતને એક હિંમતવાન વડાપ્રધાનની જરૂર છે, એવા વડાપ્રધાન જે રાજકારણ માટે ભાગલા ન પાડે, પરંતુ બધાને એક કરે, જે હિન્દુ, મુસ્લિમ, શીખ, બધાને સાથે રાખે. ભારતને ભાગલાની જરૂર નથી.