નવી દિલ્હીઃ ચીને 2013માં મુખ્ય આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા બોર્ડર રોડ ઇનિશિયેટિવ (BRI)ની શરૂઆત કરી હતી. પરિણામે ચીન અન્ય દેશોમાં સરળતાથી પોતાના વેપારની વૃદ્ધિ કરી શકે. ભારત આ BRI પરિયોજનાનો ભાગ નથી. ચીન આ પરિયોજનાની 10મી વર્ષગાંઠ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. તે અગાઉ G20 રાષ્ટ્રો ઈન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEEEC) માટે સંમત થયા છે.
યોજનાનો ઉદ્દેશ્યઃ ભારતને અનુક્રમે પશ્ચિમ એશિયા અને યુરોપ સાથે જહાજો અને રેલ રૂટ્સ દ્વારા જોડવામાં આવશે. નવી દિલ્હીમાં બે દિવસની સમિટ દરમિયાન આ કોરિડોર પર યુએસ, પશ્ચિમ એશિયા, યુરોપિયન યુનિયનના દેશોએ સમજૂતીને સમર્થન આપ્યું છે. પરિણામે ભારત સાઉદી અરેબિયા અને યુરોપ સાથે જોડાશે. આ કોરિડોર ચીનના BRIનો પ્રત્યુત્તર છે.
પાકિસ્તાનનુ મહત્વ ઘટશેઃ નિર્ણયને પરિણામે દક્ષિણ એશિયામાં પાકિસ્તાનનું ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્વનબળું પડશે. ભારતને મધ્ય એશિયા સાથે જોડવા માટેનો કુદરતી અને ઐતિહાસિક રીતે મહત્ત્વનો ભૂમિ માર્ગ પાકિસ્તાનમાંથી પસાર થતો હતો. હવે ભારતને તેનો વિકલ્પ મળી ગયો છે. 1947માં ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનના કુદરતી વેપાર માર્ગો ભારતને સુલભ નહતા. પરંતુ દિલ્હીમાં જી 20 સમિટમાં આવેલા દેશોએ કોરિડોરને સમર્થન આપતા હવે ભારત માટે મુકત વેપાર સરળ બન્યો છે.
પાકિસ્તાન અને ચીન વચ્ચે તણાવ વધશેઃ પાકિસ્તાનમાં ચીનનો BRI પ્રોજેક્ટ, CPEC (ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર), ગિલગિટ બાલ્ટિસ્તાન અને બલૂચિસ્તાનના ઘણા વિવાદિત વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે. આ પ્રોજેક્ટ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેનાથી ભવિષ્યમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે દુશ્મનાવટ વધશે. સાઉદી અરેબિયા ઈન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોરનું મહત્વનું પાર્ટનર છે. તેથી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
મોદી અને બાઈડેનને ચૂંટણીમાં કેટલો લાભ થશેઃ ભારત અને યુ.એસ. બંને દેશોમાં આગામી વર્ષે ચૂંટણીઓ આવી રહી છે. આવનારી ચૂંટણીઓમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે શું આ કોરિડોર બાયડેન અને મોદીની વોટબેન્કમાં વધારો કરી શકશે કે નહીં?
- India America Relation : US અને ભારતે WTO વિવાદના સમાધાનની જાહેરાત કરી
- Antony Blinken In Auto: અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને દિલ્હીમાં કરી રીક્ષાસવારી, મસાલા ચાનો ચાખ્યો સ્વાદ