- ઇન્ડોનેશિયા, ઇટલી અને ભારત G20 ટ્રોઇકામાં સામેલ
- G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે
- ભારત 1 ડિસેમ્બર, 2022થી G20ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે
નવી દિલ્હી: ભારત બુધવારે G20 ટ્રોઇકામાં (India joins G20 troika) જોડાયું. જેમાં ઇન્ડોનેશિયા, જૂથના વર્તમાન પ્રમુખ અને ઇટલી, ભૂતપૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી. ઇન્ડોનેશિયા, ઇટલી અને ભારત G20 ટ્રોઇકામાં સામેલ છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. જે દર્શાવે છે કે, વૈશ્વિક સમૃદ્ધિ એકબીજા સાથે જોડાયેલી છે અને આર્થિક તકો અને પડકારો પણ એકબીજા સાથે જોડાયેલા છે. નિવેદન અનુસાર G20 દેશો સારા ભવિષ્યના નિર્માણ માટે એકસાથે આવ્યા છે. G20ના સ્થાપક સભ્ય તરીકે ભારતે આ મંચનો ઉપયોગ વિશ્વના સૌથી વંચિત વર્ગોને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને બાબતોને ઉઠાવવા માટે કર્યો છે.