- ભારતે કોરોના રસીકરણમાં 75 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અભિનંદન આપ્યા
- 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું ભારત
નવી દિલ્હી: ભારતે કોરોના વેક્સિનેશનના 75 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. આ ઉપલબ્ધિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'પીએમ મોદીના સૌનો સાથ, સૌનો પ્રયાસ મંત્રની સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સતત નવા પરિમાણો બનાવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્વ એટલે કે આઝાદીના 75 વર્ષમાં 75 કરોડ ડોઝના આંકડાને પાર કરી લેવામાં આવ્યો છે.'
WHOએ આપ્યાં અભિનંદન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોવિડ-19 રસીકરણમાં ઝડપ લાવવા માટે ભારતને અભિનંદન આપ્યા છે. સંગઠને કહ્યું કે, ભારત ફક્ત 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આને મોટી ઉપલબ્ધિ ગણાવી છે.