ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિસ્તાન: અત્યાર સુધી 400 ભારતીયોને લાવવામાં આવ્યા પરત, હજુ પણ આટલા જ નાગરિકો ફસાયા હોવાની આશંકા

ભારતે સ્પષ્ટ કર્યું છે કે, તે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયોને દિલ્હી પરત લાવશે. અત્યાર સુધીમાં 392 લોકોને પરત લાવવામાં આવ્યા છે. તેમાં અફઘાનિસ્તાનના બે સાંસદ અને બે નેપાળી નાગરિકો છે. 400 અન્ય ભારતીય નાગરિકો ફસાયા હોવાની આશંકા છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયોને દિલ્હી પરત લવાશે
અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયોને દિલ્હી પરત લવાશે

By

Published : Aug 22, 2021, 7:59 PM IST

  • કુલ 168 લોકોને કાબુલથી દિલ્હી નજીક હિંડન એરફોર્સ બેઝ પર લાવવામાં આવ્યા
  • રવિવારે બે અફઘાન ધારાસભ્યો સહિત 392 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા
  • કેટલાક ભારતીયો સહિત લગભગ 150 લોકોને લઇ C-17 વિમાન મંગળવારે ભારત પહોંચ્યું

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં કથળી રહેલી સુરક્ષાની સ્થિતિની પૃષ્ઠભૂમિમાં ભારતે અફઘાન રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસોના ભાગરૂપે રવિવારે બે અફઘાન ધારાસભ્યો સહિત 392 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના સી -17 લશ્કરી પરિવહન વિમાન દ્વારા 107 ભારતીયો અને 23 અફઘાન શીખો અને હિન્દુઓ સહિત કુલ 168 લોકોને કાબુલથી દિલ્હી નજીક હિંડન એરફોર્સ બેઝ પર લાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયોને દિલ્હી પરત લવાશે

આ પણ વાંચો- ભારત પહોંચેલા અફઘાનિસ્તાનના સાંસદ રડી પડ્યા, કહ્યું - "બધું સમાપ્ત થઈ ગયું"

135 ભારતીયોના જૂથને ખાસ વિમાન દ્વારા દોહાથી દિલ્હી લાવવામાં આવ્યા

અધિકારીઓએ જણાવ્યું કે, 87 ભારતીય અને બે નેપાળી નાગરિકોના અન્ય જૂથને દુશામ્બેથી એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા. આના એક દિવસ પહેલા તેને ભારતીય વાયુસેનાના વિમાન IAF 130J દ્વારા તાજિકિસ્તાનની રાજધાની દુશામ્બે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન, અમેરિકા અને નાટોના વિમાનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવેલા 135 ભારતીયોના જૂથને ખાસ વિમાન દ્વારા દોહાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. ભારતે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે અમેરિકા, કતાર, તાજિકિસ્તાન અને અન્ય ઘણા મૈત્રીપૂર્ણ દેશો સાથે સંકલન કર્યું.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયોને દિલ્હી પરત લવાશે

અફઘાન સાંસદ અનારકલી હોનારયાર પણ ભારત પરત આવ્યા

અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની કામગીરીથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાબુલથી લાવવામાં આવેલા 168 લોકોના જૂથમાં અફઘાન સાંસદ અનારકલી હોનારયાર અને નરેન્દ્ર સિંહ ખાલસા અને તેમના પરિવારોનો પણ સમાવેશ થાય છે.

ભારત અમારું બીજું ઘર છે: નરેન્દ્ર સિંહ ખાલસા

ખાલસાએ દિલ્હી નજીક હિંડન એરબેઝ પર પત્રકારોને કહ્યું, 'ભારત અમારું બીજું ઘર છે. ભલે અમે અફઘાન છીએ અને તે દેશમાં રહીએ છીએ, પરંતુ લોકો ઘણી વાર અમને હિન્દુસ્તાની કહે છે. મદદ કરવા બદલ હું ભારતનો આભાર માનું છું. ' તેણે કહ્યું, 'મને રડવાનું મન થાય છે. બધું ખતમ થઈ ગયું છે. દેશ છોડવો એ ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક નિર્ણય છે. અમે આવી સ્થિતિ જોઈ નથી. બધું છીનવી લેવામાં આવ્યું છે. બધું પૂરું થઇ ગયું.'

આ પણ વાંચો- કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવી વેક્સિન

કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યા 590ની આસપાસ પહોંચી ગઈ છે

રવિવારના સ્થળાંતર સાથે, ભારત દ્વારા કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યા છેલ્લા સોમવારથી 590ની આસપાસ પહોંચી ગઈ છે. ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમુંડજેએ સમર્થનના સંદેશાઓ માટે ભારતીય મિત્રોનો ટ્વિટર પર આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "હું છેલ્લા કેટલાક સપ્તાહોમાં, ખાસ કરીને છેલ્લા 7-8 દિવસોમાં અફઘાનની વેદના અંગે તમામ ભારતીય મિત્રો અને રાજદ્વારી મિશન તરફથી સહાનુભૂતિ અને સમર્થન સંદેશાની પ્રશંસા કરું છું."

કાબુલથી દોહા લાવવામાં આવેલા ભારતીયો અફઘાનિસ્તાનની વિદેશી કંપનીઓના કર્મચારી છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિમાન હિંડનમાં ઉતર્યાના કલાકો પહેલા ટ્વિટ કર્યું હતું કે, ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતના 107 નાગરિકો સહિત 168 પ્રવાસીઓને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા કાબુલથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાબુલથી દોહા લાવવામાં આવેલા ભારતીયો અફઘાનિસ્તાન સ્થિત ઘણી વિદેશી કંપનીઓના કર્મચારી છે.

લોકોને બહાર કાઢવા માટે વધુ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે

બાગચીએ મોડી રાત્રે લગભગ 1.20 વાગ્યે ટ્વિટ કર્યું, 'ભારતીયોને અફઘાનિસ્તાનથી પરત લાવવામાં આવી રહ્યા છે. AI1956 વિમાન કુલ 87 ભારતીયોને તાજિકિસ્તાનથી નવી દિલ્હી લાવી રહ્યું છે. બે નેપાળી નાગરિકોને પણ લાવવામાં આવી રહ્યા છે. આમાં દુશામ્બે સ્થિત ભારતીય દૂતાવાસે મદદ કરી. લોકોને બહાર કાઢવા માટે વધુ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે.

સોમવારે 40થી વધુ ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ ભારત પહોંચી

તાલિબાને ગયા રવિવારે કાબુલ પર કબજો કર્યા બાદ ભારતે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી 200 રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓ સહિત 200 લોકોને પહેલાથી જ એરફોર્સના સી -19 પરિવહન વિમાનો દ્વારા બહાર કાઢ્યા છે. સોમવારે 40થી વધુ ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ ભારત પહોંચી હતી. ભારતીય રાજદ્વારીઓ, અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ અને ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયો સહિત લગભગ 150 લોકો સાથેનું બીજું C-17 વિમાન મંગળવારે ભારત પહોંચ્યું.

તાલિબાનોએ રાજધાની કાબુલ સહિત મોટાભાગના વિસ્તાર પર કબજો કર્યો છે

અમેરિકી સૈનિકોની પાછી ખેંચવાની પૃષ્ઠભૂમિમાં, તાલિબાનોએ આ મહિને અફઘાનિસ્તાનમાં ઝડપથી પોતાનો પગ જમાવ્યો છે, રાજધાની કાબુલ સહિત મોટાભાગના વિસ્તાર પર કબજો કર્યો છે. આ લોકોના પરત ફર્યા બાદ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તમામ ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવે છે કે, CAA શા માટે જરૂરી : કેન્દ્રીય પ્રધાન

લગભગ 400 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયેલા હોઈ શકે છે

વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરકારની તાત્કાલિક પ્રાથમિકતા અત્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો વિશે સચોટ માહિતી મેળવવાની છે. મંત્રાલયે ભારતીયો તેમજ તેમના એમ્પ્લોયરોને સ્પેશિયલ અફઘાનિસ્તાન સેલ સાથે સંબંધિત વિગતો તરત જ શેર કરવા વિનંતી કરી છે. એક અંદાજ મુજબ, લગભગ 400 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયેલા હોઈ શકે છે અને ભારત તેમને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે તે અમેરિકા અને અન્ય મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો સાથે સંકલનમાં કામ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details