નવી દિલ્હી: ભારતે કોવિડ પેકેજ (WTO covid package) પર વિચારણા કરવા માટે આ મહિને જિનેવામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની જનરલ કાઉન્સિલની ઈમરજન્સી મીટિંગ (WTO General Council Meeting 2022) ની માંગ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે વધી રહેલાકોરોના વાયરસ (coronavirus pandemic in the world)ના સંક્રમણ વચ્ચે પેટન્ટના સંબંધમાં પણ છૂટ આપવાના પ્રસ્તાવની માંગ કરવામાં આવી છે.
WTO કાર્યોને પુરા કરવા માટે નિયમિત રીતે બેઠક કરે છે
જનરલ કાઉન્સિલ જિનેવામાં WTO (general council geneva)નો સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. આ વિશ્વ વેપાર સંગઠનના કાર્યોને પુરા કરવા માટે નિયમિત રીતે બેઠક કરે છે. આમાં તમામ સભ્ય સરકારોના પ્રતિનિધિઓ (સામાન્ય રીતે રાજદૂત અથવા સમકક્ષ) હોય છે અને તેને દર 2 વર્ષે મળેલી મંત્રી પરિષદ વતી કાર્ય કરવાની સત્તા આપવામાં આવે છે.
વૈશ્વિક નિકાસ અને આયાત માટે નિયમો નક્કી કરે છે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (world trade organization members) એ 164-સભ્યોની બહુપક્ષીય સંસ્થા છે જે વૈશ્વિક નિકાસ અને આયાત માટે નિયમો (rules for global exports and imports) નક્કી કરે છે અને વેપાર-સંબંધિત મુદ્દાઓ પર 2 અથવા વધુ દેશો વચ્ચેના વિવાદોનો નિર્ણય કરે છે. રોગચાળાનો સામનો કરવા માટે TRIPs (trade related aspects of intellectual property rights) મુક્તિ દરખાસ્ત પર પ્રગતિના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરીને, ભારતે આ દરખાસ્તને WTOના પ્રસ્તાવિત પ્રતિસાદ પેકેજમાં શામેલ કરવાની હાકલ કરી છે.