- દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,703 નવા કેસો નોંધાયા
- દેશમાં 111 દિવસ બાદ સૌથી ઓછા કોરોના કેસ
હૈદરાબાદ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 34,703 કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. તો સંક્રમિત કેસો ઘટીને છેલ્લા 111 દિવસોમાં ઓછામાં ઓછા 4,64,357 પર પહોંચી ગયા છે. રિક્વરી રેટ વધીને 97.17 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચો: India Corona Update: 24 ક્લાકમાં 39 હજારથી વધુ નવા કેસ, 723 મોત
દેશમાં 111 દિવસ બાદ સૌથી ઓછા કોરોના કેસ
ભારતમાં કાલે કોરોના વાયરસ(Corona virus) માટે 16,47,424 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તો કાલે કુલ 42,14,24,881 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસ (second wave of corona)ની અસર ધીમે પડી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 હજાર 703 નવા કેસો સામે આવ્યા છે. મોટી વાત એ છે કે, દેશમાં 111 દિવસ બાદ આટલા ઓછા કેસો સામે આવ્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસ ઘટીને 4 લાખ 64 હજાર 357 થઈ ગયા છે. હવે રિક્વરી રેટ 97.17 ટકા થઈ ગયો છે. ભારતમાં સતત આઠ દિવસ કોરોનાના કેસો 50 હજારથી ઓછા નોંધાયા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત દેશના 10 મોટા રાજ્યોમાં હવે કોરોનાની અસર ધીમે થઈ રહી છે. જો કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, અસમ, બંગાળ, મિઝોરમ, તેલંગણા અને જમ્મૂ કાશ્મીરમાં કોરોનાનો કહેર હજુ પણ વર્તાઈ રહ્યો છે.