ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં 45,352 નવા કોવિડ કેસ નોંધાયા છે, 366 મૃત્યુ - India Coronavirus count

ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ત્યારે સ્વસ્થ થનારની સંખ્યા કરતા સંક્રમણ વધવુ તે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 45,352 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 509 લોકો મૃત્યું પામ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 45,352 નવા કોવિડ કેસ નોંધાયા છે, 366 મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં 45,352 નવા કોવિડ કેસ નોંધાયા છે, 366 મૃત્યુ

By

Published : Sep 3, 2021, 11:21 AM IST

  • કોરોના કુલ કેસ- ત્રણ કરોડ 29 લાખ 3 હજાર 289
  • કુલ ડિસ્ચાર્જ- ત્રણ કરોડ 20 લાખ 63 હજાર 616
  • કુલ એક્ટિવ કેસ- ત્રણ લાખ 99 હજાર 778
  • કુલ મોતની સંખ્યા 4 લાખ 39 હજાર 895
  • કુલ રસીકરણ 67 કરોડ 9 લાખ 59 હજાર ડોજ આપવામાં આવ્યા છે

હૈદરાબાદ: શુક્રવારના રોજ સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,352 નવા કોરોના કેસ નોંધાયા છે. આના એક દિવસ પહેલા 47,092 કેસ આવ્યા હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 366 કોરોના સંક્રમિત મૃત્યુ પામ્યા છે. કોરોનામાંથી 34,791 લોકો સ્વસ્થ પણ થયા છે.

નવા કોરોના કેસ

હવે દેશમાં પુન: પ્રાપ્તિ કરતાં વધુ નવા કોરોના કેસ આવી રહ્યા છે, જેના કારણે સક્રિય કેસ વધી રહ્યા છે. કોરોના સક્રિય કેસની સંખ્યા હવે વધીને ચાર લાખ થઈ ગઈ છે.આ કિસ્સામાં ભારત હવે સાતમાં સ્થાને આવી ગયું છે.

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 29 લાખ 3 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 39 હજાર 895 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 20 લાખ 63 હજાર લોકો પણ સ્વસ્થ બન્યા છે. દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 4 લાખ છે. કુલ 3 લાખ 99 હજાર 778 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details