- દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 30,941 કેસ નોંધાયા
- સારવાર મેળવી રહેલા કુલ 350 લોકોના મોત નિપજ્યા
- 24 કલાકમાં વેક્સિનના 59.62 લાખ ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી: ભારતમાં વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 30,941 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 3,27,68,880 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3,70,640 પર પહોંચી છે.
દેશમાં હાલની પરિસ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે 8 વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ, કોરોના સંક્રમણને કારણે કુલ 350 લોકોના મોત નિપજતા મૃતકોની કુલ સંખ્યા વધીને 4,38,560 થઈ છે. દેશમાં હાલ 3,70,640 કોરોના સંક્રમિતો સારવાર હેઠળ છે. જે કુલ કેસના 1.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર મેળવી રહેલા 5,684 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેની સાથે રિકવરી રેટ 97.53 ટકા નોંધાયો છે.