- 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 34 હજાર 457 નવા કેસ નોંધાયા
- દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થયો છે
- હાલમાં 3 લાખ 61 હજાર 340 સક્રિય દર્દીઓ છે
હૈદરાબાદ: દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે નવીનતમ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 34 હજાર 457 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 375 કોરોના સંક્રમિત દર્દીઓ આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,571 કેસ નોંધાયા
સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે
આ સમયગાળા દરમિયાન સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં 3 લાખ 61 હજાર 340 સક્રિય દર્દીઓ છે. આ આંકડો 151 દિવસમાં સૌથી ઓછો છે. બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કહ્યું કે, અમારા પ્રયાસોના કારણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર સુસ્ત બની રહી છે. મુખ્યપ્રધાન ઠાકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો-Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,401 નવા કેસ નોંધાયા, 530ના મૃત્યુ
કોવિડ -19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 3,61,340 થઈ ગઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી સંક્રમણના કુલ કેસો વધીને 3,23,93,286 થઈ ગયા છે અને મૃત્યુઆંક 4,33,964 થઈ ગયો છે. દેશમાં કોવિડ -19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 3,61,340 થઈ ગઈ છે.