ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,401 નવા કેસ નોંધાયા, 530ના મૃત્યુ - કોરોનાની કુલ સંખ્યા

હાલમાં, દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 3,64,129 છે, જે છેલ્લા 149 દિવસોમાં સૌથી ઓછી છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં 24 કલાકમાં 56,36,336 લોકોને કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,401 નવા કેસ નોંધાયા, 530ના મૃત્યુ
Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,401 નવા કેસ નોંધાયા, 530ના મૃત્યુ

By

Published : Aug 19, 2021, 11:23 AM IST

  • એક દિવસમાં 36,401 નવા કેસ નોંધાયા
  • કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,23,22,258 થઈ
  • છેલ્લા 24 કલાકમાં 530 લોકોના મોત

નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19 ના 36,401 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે. આ સાથે, નવા કેસ આવવાને કારણે કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,23,22,258 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 530 લોકોના મોત થયા છે. જે બાદ કોવિડ -19 થી મૃત્યુઆંક વધીને 4,33,049 થયો છે. હાલમાં, દેશમાં સક્રિય કેસની સંખ્યા 3,64,129 છે, જે છેલ્લા 149 દિવસોમાં સૌથી ઓછી છે અને 39,157 લોકો સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો:Corona Update: ભારતમાં 25,166 નવા કોરોનાના કેસ નોંધાયા, 437 મૃત્યુ

કેટલુ થયું રસીકરણ

આ ઉપરાંત, સમગ્ર દેશમાં 24 કલાકમાં 56,36,336 લોકોને કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે બાદ રસીકરણની સંખ્યા અત્યાર સુધીમાં 56,64,88,433 થઈ ગઈ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 17 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details