- નવા કેસ આવવાને કારણે કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસ 3,22,50,679
- મૃત્યુઆંક વધીને 4,32,079 પર પહોંચ્યો
- રિકવરી રેટ 97.51 ટકા થયો
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ -19 રોગચાળાના 25,166 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. આ સાથે, નવા કેસ આવવાને કારણે કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,22,50,679 થઈ છે.
નવા મૃત્યુ નોંધાતા મૃત્યુ આંક
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર, 437 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,32,079 થયો છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના સક્રિય કેસ ઘટીને 3,69,846 પર આવી પર પહોંચી છે. જ્યારે રિકવરી રેટ 97.51 ટકા થયો છે.